Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મોડાસા તાલુકાના અમલાઈ ગામની સીમમાં ખુલ્લી જગ્યામા મરણતોલ હાલતમાં પની આવેલ 51 પશુઓને બચાવવામાં આવ્યા

મોડાસા: તાલુકાના અમલાઈ (સાગાના મુવાડા) ગામની સીમમાં ખૂલ્લી જગ્યામાં મુશ્કેટાટ અને મરણતોલ હાલતમાં પાણી ઘાસચારાની સુવિધા વગર બાંધી રખાયેલ ૫૧ પશુઓ મળી આવ્યા હતા.

છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન મોડાસાની આસપાસના કેટલાક નામચીન વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે લાવી ગોંધી રખાયેલા પશુધનને તેમાંય ખાસ કરીને ગૌવંશ ઝડપાઈ રહયું છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ પશુધન વેચવા માટે લાવી બાંધી રાખનાર કસાઈઓ છટકી જાય છે.મોડાસાના ચાંદટેકરી વિસ્તારમાં છાપો મારી મોડાસા ટાઉન પોલીસે બકરી ઈદ તહેવારના એક દિવસ અગાઉ ગેરકાયદેસર રીતે રખાયેલ ૧૪ પશુઓ કબ્જે લીધા હતા. જયારે મોડાસા રુરલ પોલીસે તાલુકના અમલાઈ (સાગાના મુવાડા) ગામે છાપો મારી ફેન્સીંગ કરેલ ખેતરમાં દોરડાઓથી મુશ્કેટાટમરણતોલ હાલતમાં બાંધી રખાયેલ ૩૪ રેલ્લા વાછરડાં૧૫-ગાયો અને નાના પાડા મળી કુલ ૫૧ પશુઓને છોડાવ્યા હતા. ગૌવંશ બકરી ઈદ પર્વે કુરબાની માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્વ નોંધાયેલ ફરીયાદમાં જણાવ્યું હતું. જયારે રૂ.,૧૫,૦૦૦ ની કિંમતનું પશુધન ઈડર પંાજળાપોળ મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.

(7:14 pm IST)