Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

હવે અમદાવાદ મનપાના 15 પ્લોટની હરાજી નહીં થાય :વર્ષ 2036માં ઓલિમ્પિક માટે રિઝર્વ રખાયા

અગાઉ તંત્ર દ્વારા 16 પ્લોટનું વેચાણ કરી આવક મેળવવામાં આવશેતેવી જાહેરાત થયેલી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 પ્લોટનું વેચાણ નહીં કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા 16 પ્લોટનું વેચાણ કરી આવક મેળવવામાં આવશે. જેથી આ પ્લોટ પાછળ જે પણ આવક થશે તેને વિકાસ કામમો માટે ઉપયોગમાં લેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે, શહેરીજનોના હિત અને વર્ષ 2036ના ઓલમ્પિકને ધ્યાનમાં રાખી પ્લોટના વેચાણ બંધ રાખવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બોડકદેવના ટીપી સ્કીમ 50ના પ્લોટની ઓન લાઇન હરાજી કરવામાં આવી હતી અને તેને કારણે કોર્પોરેશનનએકસો એકાવન કરોડ છોતેર લાખ અઠ્ઠાણુ હજારની આવક થઇ હતી. કોર્પોરેશન દ્વારા આ પ્લોટની એપસ્ટ વેલ્યુ  1,88,000 પ્રતી ચોરસ મીટર રાખવામા આવી હતી. જેમા તંત્રને પ્રતી ચોરસ મીટર 1,88, 300 ભાવ મળ્યો છે. આમ નક્કી કરેલ કરતા વધુ ભાવ મળતા તંત્રને નક્કી કરેલ રકમ કરતા ચોવીસ લાખથી વધુની રકમ વધુ મળી છે.

AMC દ્વારા મહરાજી માટે મૂકાયા હતા તે પ્લોટની યાદી

ટીપી સ્કીમ એરિયા (ચો.મીમાં) હેતુ તંત્ર દ્વારા નક્કી કરેલ (તળિયાનો ભાવ પ્રતી ચો.મી)
37 થલતેજ 1098 સેલ ફોર રેસિડેન્સ 14000
37 થલતેજ 9822 સેલ ફોર રેસિડેન્સ 177800
38 થલતેજ 2293 સેલ ફોર રેસિડેન્સ 121000
50 બોડકદેવ 12833 સેલ ફોર રેસિડેન્સ 188000
50 બોડકદેવ 7577 સેલ ફોર કોમર્શીયલ 228000
50 બોડકદેવ 8060 સેલ ફોર કોમર્શીયલ 188000
50 બોડકદેવ 3469 સેલ ફોર કોમર્શીયલ 188000
101 નિકોલ 3337 સેલ ફોર રેસિડેન્સ 70000
103 નિકોલ 4435 સેલ ફોર રેસિડેન્સ 70000
113 વસ્ત્રાલ 3141 સેલ ફોર રેસિડેન્સ 72000
113 વસ્ત્રાલ 3153 સેલ ફોર રેસિડેન્સ 72000
113 વસ્ત્રાલ 9778 સેલ ફોર રેસિડેન્સ 62000
121 નરોડા-હંસપુરા-કઠવાડા 7104 સેલ ફોર રેસીડેન્સ 62000
121 નરોડા-હંસપુરા-કઠવાડા 2865 સેલ ફોર રેસીડેન્સ 62000
121 નરોડા-હંસપુરા-કઠવાડા 14103 સેલ ફોર રેસીડેન્સ 62000
109 હંસપુરા-મુઠીયા-બીલીસીયા 9403 સેલ ફોર રેસીડેન્સ 62000
(7:00 pm IST)