Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ધી ગુજરાત સચિવાલય ફેડરેશનના હોદ્દેદારોઃ પ્રમુખ તરીકે જયેશકુમાર રાવલ

મહામંત્રી તરીકે મહેશસિંહ વાઘેલાની સર્વાનુમતે વરણી

(કેતનખત્રી) અમદાવાદઃ  ધી ગુજરાત સચિવાલય ફેડરેશનના ૮ એસોશિયેશનની   સચિવાલય ખાતે મીટીંગ મેળલી તેમાં ફેડરેશનના સને ર૦ર૧-ર૪ ના હોદેદારોની વરણી કરવામાં આવી.

જેમાં શ્રી જયેશકુમાર રાવલ, પ્રમુખ, ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશન, શ્રી મહેશસિંહ વાઘેલા , મહામંત્રી, ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસીએશન, શ્રી હર્ષદસિંહ વાઘેલા ઉપપ્રમુખ, ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશન, શ્રી મૌલિક પટેલ ઉપપ્રમુખ, ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશન,  શ્રી ભારતેન્દુ રાજગોર ઉપપ્રમુખ ધી ગુજરાત સચિવાલય જી.પી.એસ.સી. એસોસીએશન,  ડો. ધર્મેશ નકુમ, સહમંત્રી ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસીએશન,  શ્રી તરંગ અંધારીયા,  સહમંત્રી, ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશન, કુ. ભુમિકા પ્રજાપતિ, સહમંત્રી, ધી ગુજરાત વિધાનસભા વર્ગ-૩ એસોસીએશન,  શ્રી વત્સલ વોરા, સંગઠનમંત્રી ધી ગુજરાત સચિવાલય સ્ટેનોગ્રાફર એસોસીએશન, શ્રી કેતન મેશ્રી, સંગઠનમંત્રી, ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસીએશન, શ્રી જસંવત શર્મા, સંગઠનમંત્રી, ધી ગુજરાત સચિવાલય વર્ગ-૪ એસોસીએશન,  શ્રી ભાગ્યેશ પટેલ, ખજાનચી, ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસીએશન, શ્રી લાલસિંહ બિહોલા, આંતરીક ઓડીટર, ધી ગુજરાત સચિવાલય ડ્રાઇવર એસોસીએશનની વરણી કરાયાનું ફેડરેશનના પ્રમુખ શ્રી જયેશકુમાર રાવલ અખબારી યાદીમાં જણાવે છે.

(2:57 pm IST)