Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ચીખલી પોલીસ મથકમાં ચોરીના શંકમદ બે યુવકોના શંકાસ્પદમોત:આદિવાસી સમાજમાં રોષ સોમવારે ડાંગ બંધનું એલાન

અકિલા સાથે વાતચીતમાં આ સમગ્ર મામલે નાયબ જિલ્લા પોલીસ અધીક્ષક એસ.જી. રાણાએ કહ્યું -વઘઇ તાલુકાના બે શકમંદ આરોપી આજે સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યે અંતર્ગત પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં આ મામલે મને તપાસ સોંપવામાં આવી છે અને આરોપીઓએ કેમ આ પ્રકારનું કૃત્ય કર્યું એને લઈને તપાસ થઈ રહી છે:મૃતક રવિની માતાની હૈયાવરાળ મારો દીકરો વઘઇ છોડીને ગયો નથી તો ચોરી કરવા ક્યાંથી જાય: પોલીસ સ્ટેશન પણ પોલીસ છાવણીમાં ફેરવાયું


(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :  ચીખલી પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી ગુનામાં શંકાને આધારે પૂછપરછ માટે લાવવામાં આવેલા બે શંકસ્પદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં સમગ્ર મામલે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. બન્ને શંકામદ આરોપીઓ સેલમાં ન હતા,પણ પો.સ્ટે.ના એક રૂમમાં રાખવામાં આવ્યા હતા. જેમણે વાયરથી ગળેફાંસો ખાધો હતો.ચીખલી પોલીસે ડાંગ જિલ્લાના અને વઘઇ તાલુકાના બે આરોપીને મિલકત સંબંધી ગુનાને લઈ ચીખલી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ અર્થે લાવી હતી. એ અંતર્ગત 19 વર્ષીય સુનીલ પવાર અને રવિ જાદવે સવારના પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ચીખલી પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.
પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરતાં પોલીસ પર અનેક સવાલો ઊભા થયા હતા આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના બનાવો સામે પોલીસ શું કરી રહી હતી અને કોઈનું ધ્યાન કેમ ન ગયું એને લઈને પણ સવાલો ઊભા થયા છે. માત્ર મિલકત સંબંધી ગુનાને લઈને શકમંદ આરોપી કઈ રીતે આત્મહત્યા કરી શકે એને લઈને પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા મીડિયા કર્મી માં પણ રોષ દેખાયો હતો ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશતા અટકાવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ જિલ્લા પોલીસવડા, નાયબ જિલ્લા પોલીસ અધીક્ષક સહિત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.જ્યારે સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યે આત્મહત્યા કરી હતી
આ સમગ્ર મામલે નાયબ જિલ્લાપોલીસ અધીક્ષક એસ.જી. રાણાએ જણાવ્યું હતું કે વઘઇ તાલુકાના બે શકમંદ આરોપી આજે સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યે અંતર્ગત પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં આ મામલે મને તપાસ સોંપવામાં આવી છે અને આરોપીઓએ કેમ આ પ્રકારનું કૃત્ય કર્યું એને લઈને તપાસ થઈ રહી છે.
ચીખલી પોલીસ મથકમાં આપઘાત કરનાર રવિ જાદવની માતાએ વલોપાત કરી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતા. તેણીએ વલોપાત કરતાં જણાવ્યું હતું કે, મારો દીકરો વઘઈ છોડીને ગયો જ નથી તો ચોરી કરવા ક્યાંથી જાય? બુધવારની વહેલી સવારે પોલીસ મથકમાં ડી-સ્ટાફ કમ્પ્યૂટર રૂમમાં સુનિલ ઉર્ફે લાલુ પવાર (ઉ.વ.19, રહે. દોડીપાડા, તા.વઘઇ) તથા રવિ જાદવ (ઉ.વ. 19, રહે.વઘઇ નાકા ફળિયા) પંખાના હુક સાથે કેબલ વાયરથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે આવી ગયા હતા.
મૃતક રવિના ભાઈએ જણાવ્યું હતું કે મારા ભાઈને ત્રણ દિવસ પહેલા પોલીસ લઇ ગઇ હતી અને ગતરોજ તેઓ મળવા જતા પોલીસે માર્યું હોવાનું પણ રવિએ જણાવ્યું હતું. ત્રણ દિવસ પહેલા પોલીસે અટક કરી હોય અને આરોપી હોય તો કોર્ટમાં 24 કલાકની સમયમર્યાદામાં કેમ રજૂ કરવામાં ન આવ્યાં? શકમંદ આરોપીના પરિવારજનોને તથા સ્થાનિક પોલીસ મથકમાં સમયસર કેમ જાણ કરવામાં ન આવી ? ઉપરોક્ત બન્ને મૃતક યુવકની અટકાયત અંગે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરાઈ હતી કે કેમ ? અને કરાઈ તો તે ક્યારે કરવામાં આવી ? તેવા અનેક સવાલો ઉભા થયા છે.
 પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ન્યાયાધીશ, એસડીએમ, એફએસએલના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઇનકેસ ભરી સુરત સિવિલમાં પાંચ ડોકટરોની પેનલ દ્વારા ફોરેન્સિક પીએમની જવીજ હાથ હતી અને જ્યુડિશિયલ તપાસ સાથે આ બનાવમાં પોલીસની બેદરકારી અંગેની અલગથી તપાસ હાથ ધરી છે. ચીખલી પોલીસ મથકના ઇતિહાસમાં પ્રથમવાર બનેલી શરમજનક દુઃખદ ઘટનામાં જવાબદારીનો ટોપલો મહિલા પીએસઓ પળ ધોળવાનો પ્રયાસ કરાયો હતો

(11:11 am IST)