Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ઈદની પૂર્વ સંધ્યાએ ગૌ સેવકોએ 51 ગૌવંશને બચાવ્યા : મૂંગા પશુઓનો થવાની હતી કતલ

વડોદરા ગૌ સેવક દ્વારા ગોધરાના ગૌસેવક પ્રજ્ઞેશભાઈ સોનીને માહિતી અપાતા તુરત કાર્યવાહી : અરવલ્લીના અમલાઇ ગામે ઈદની કુરબાની માટે 70 જેટલાં ગૌવંશ લવાયા હતા : પોલીસ અને ગૌસેવકોની ટીમે રેડ કરી બચાવી લીધા

ગોધરા ગૌસેવક અને તેમની ટીમના સંયુક્ત પ્રયાસે 51 ગૌવંશ બચાવી લીધા.હતા ગતરોજ વડોદરા ગૌ સેવક દ્વારા ગોધરાના ગૌસેવક પ્રજ્ઞેશભાઈ સોનીને માહિતી આપવામાં આવી. માહિતીમાં જણાવ્યા અનુસાર અરવલ્લીના અમલાઇ ગામે ઈદની કુરબાની માટે 70 જેટલાં ગૌવંશ લાવવામાં આવ્યા છે. જેને બે દિવસથી સંતાડીને રાખવામાં આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન મળતું ન હોવાથી આ ગૌવંશ છુપાવીને રાખવામાં આવ્યો હતો. પરંતુ હજુ એક દિવસ ટ્રાન્સપોર્ટેશન ન મળે તો આ ગૌવંશને જીવતો જમીનમાં દાટી દેવામાં આવશે એવું ગૌ તસ્કરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. એવી માહિતી વડોદરાના ગૌસેવક દ્વારા ગોધરાના ગૌસેવક ને આપવામાં આવી હતી.

જેને લઇને ગોધરાના ગૌ સેવક અને તેમની ટીમ તરત અરવલ્લી જવા રવાના થયા અને ત્યાં મોડાસા એસ.પી. સંજયભાઈ ખરાત ને આ બધી વિગત ની જાણ કરવામાં આવી. તેમને જણાવવામાં આવ્યું કે જગ્યા તેઓએ જોયેલી છે પરંતુ આપ પોલીસ અમારી સાથે મોકલો જેથી આ ગૌવંશને અમે બચાવી શકીએ. તેથી એસપીએ પીએસઆઇ તોમર ને સંપર્ક કરી ગૌસેવકોની ટીમ સાથે અમલાઇ ગામના ઘટના સ્થળે સાથે રહી સર્ચ રેઇડ કરતા 51 જેટલાં ગૌવંશ મળી આવ્યા હતા. અને તમામ ગૌવંશને કુરબાન થતાં બચાવવામાં આવ્યા હતા.

(11:31 pm IST)