Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

રેલવે પુરપાટ દોડી... ૧ દી'માં ૧II કિ.મી. પાટા બિછાવ્યા

પશ્ચિમ રેલવે દ્વારા મહેસાણાથી રાજસ્થાન સુધીની નવી રેલ્વે લાઇન કામ ઝડપી બનાવવાં આધુનિક એન.ટી.સી. મશીનથી પાટા કામગીરી :એક દિવસમાં ૬૦૦ કારીગરો માત્ર ૧૦૦ થી ૨૦૦ મીટર પાટા પાથરી શકતા ત્યારે હવે અત્યારે ૫૦ થી ૬૦ કારીગરો દિવસના દોઢ કી.મી. પાટા પાથરી શકવા સક્ષમ છે આ મશીન પાટા પાથરવા ઉપરાંત સ્લીપર,પેનેરોલ કલીપ,અને લાઈન પેડના ફિટિંગ માટે પણ ઉપયોગમાં આવે છે જેથી સમયની બચત પણ થાય છે.

રાજકોટ,તા.૨૨: રેલવે તંત્ર દ્વારા ઙ્ગપહેલી વાર ગુજરાતમાં મહેસાણા થી રાજસ્થાન સુધીની રેલવે લાઈન વિકસાવવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે પાટા પાથરવા માટેનું કામ સરળ બને તે માટે NTC મશીન નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. NTC મશીન એટલે કે ન્યુ ટ્રેક લિંકિંગ મશીન રેલવેના કર્મચારીનું કામ સરળ કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મશીન એક દિવસના દોઢ કી.મી. પાટા પાથરવાનું કામ આ મશીન પાસેથી લેવામાં આવી રહ્યું છે આ રેલવે ટ્રેક બની ગયા બાદ આ પાટા ઉપરથી માલગાડી દોડાવવામાં આવશેમ આ સાથે ન માત્ર માલ વહન ઙ્ગમાટે જ પરંતુ પેસેન્જર ટ્રેન માટે પણ આ ટ્રેક દ્યણો ઉપયોગી સાબિત થશે. સૂત્રોના કહ્યા મુજબ પશ્ચિમ માલભાડા ગલિયા,રેવડી(હરિયાણા)થી મહારાષ્ટ્રમાં મુંબઈ સુધી આ ટ્રેક બનાવાઈ રહ્યો છે જેથી માલ વહનમાં ગતિ વધારી શકાય આ કામ કરતા આગળ પડતા લોકો કહે છે કે પાટા પાથરવાનું કામ મોટા ભાગે થઇ ગયું છે. હાલમાં ગુજરાતમાં પણ પાટા પાથરવાનું કામ પુરા જોશ સાથે ચાલઈ રહ્યું છે, આ કામ માટે ટેકનોલોજીનો ઉપયોગ પણ લેવામાં આવી રહ્યો છે ત્યારે પાટા પાથરવા માટેનું ઙ્ગNTC મશીનને કામે લગાવવામાં આવ્યું છે આ અત્યાધુનિક મશીન ઙ્ગએક દિવસના દોઢ કી.મી. પાટા પાથરવાનું કામ આપી રહ્યું છે ત્યારે આ કામને ગતિ મળી છે આ પાટાની ખાસિયત જણાવતા અધિકારી જણાવે છે કે પાટા જાપાની પાટા છે જે ૬૦ કિલોગ્રામ પ્રતિમિટર નો વજન ધરાવે છે આ પાટાઓને વેલ્ડિંગ મશીન થી તેને ૨૬૦ મિત્ર લંબાઈ આપવામાં આવી રહી છે.

(4:02 pm IST)