Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસાદ પડશે :હવામાન વિભાગની આગાહી

સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના કારણે રાજ્યભરમાં મેઘરાજા મહેરબાન થશે

અમદાવાદ : રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી થતા જ ખેડૂતોમાં આનંદ છવાયો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર થઇ છે. આ સિવાય રાજ્યભરમાં વરસાદી માહોલ રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

   આગામી 24 કલાકમાં રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં સારો વરસાદ રહેશે. ત્યારે અત્યાર સુધી રાજ્યમાં 27 ટકા વરસાદ નોંધાયો છે. સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ સારો રહેશે તેવું અનુમાન છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઇ રહ્યું છે. તો રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા.

(9:23 pm IST)