Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ગુજરાતમાં મેડિકલ માટે ૫૫૦૦ બેઠકો ઉપલબ્ધ

૭૦૦ સીટોનો વધારો કરાયો

અમદાવાદ,તા.૨૨ : નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતના તબીબી શિક્ષણમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તબીબી વિદ્યાર્થીઓને વધુ તકો મળી રહે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોના કારણે આર્થિક અનામત હેઠળ ૭૦૦ મેડીકલ બેઠકો પર મંજૂરી મળી છે. પટેલે ઉમેર્યુ કે, ગુજરાતની ૧૨ મેડીકલ કોલેજો જેમાં અમદાવાદ, સુરત મ્યુ.કોર્પોરેશન સંચાલિત મેડીકલ કોલેજો, પાલનપુર, દાહોદ બ્રાઉન ફીલ્ડ હેલ્થ પોલિસી હેઠળની ૨ કોલેજો સહિત જીએમઇઆરએસની ૮ મેડીકલ કોલેજોમાં રાજ્ય સરકારે ઈડબ્યુએસ હેઠળ ૨૮ સીટોના વધારાની માંગણી કરી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ૨૮ ના બદલે દરેક કોલેજને ૫૦ બેઠકોની મંજૂરી આપી છે. અગાઉ રાજકોટ અને ભાવનગર સરકારી કોલેજોની વધારાની ૧૦૦ બેઠકો મંજૂર કરવામાં આવી હતી. આમ ૭૦૦ સીટોની મંજૂરી સાથે ગુજરાતમાં મેડીકલ સીટોની સંખ્યા ૫૫૦૦ જેટલી થવા પામી છે. પરિણામે આવનાર દિવસોમાં રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં તબીબો મળી રહે છે.

(9:15 pm IST)