Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અમદાવાદના પુરમાં નારોલથી નરોડા સુધીના વિસ્તારોમા વરસાદ

-નારોલ-વટવા-ઈશનપુર-જશોદાનગર-મણિનગર-સી ટી એમ-ખોખરા-હાટકેસવર-વસ્ત્રાલ-ઓઢવ-બાપુનગર-વિરાટનગર-રખિયાલ-નરોડામા ઝરમર વરસાદ

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે અસહ્ય બફારામાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે

અમદાવાદના અસ.જી હાઇવે, મકરબા, સિવરંજની, સેટેલાઇટ વેજલપુર જેવા વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આશ્રમ રોડ, ચાંદલોડિયા, નવરંગપુરા, નારણપુરા, ઘાટલોડિયા, રાણીપમાં પણ મોડી સાંજે વરસાદ પડ્યો હતો.

(9:15 pm IST)