Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

કૃત્રિમ અંગોનાં વિતરણ બાદ દિવ્યાંગજનોમાં ખુશી છવાઇ

નારાયણ સેવા સંસ્થાને બાપુનગરમાં કેમ્પ યોજયો : ૫૦થી વધુ દિવ્યાંગજનોને લાભ અપાયો : દિવ્યાંગજનોના જીવનમાં કૃત્રિમ અંગ થકી નવી આશાનો કરાયેલો સંચાર

અમદાવાદ, તા.૨૨ : દેશમાં વિકલાંગ લોકો માટે, ખાસ કરીને પોલિયો અને જન્મજાત વિકલાંગતા ધરાવતાં લોકોની સારવાર માટે હોસ્પિટલોનું સંચાલન કરતી ચેરિટેબલ સંસ્થા નારાયણ સેવા સંસ્થાને અમદાવાદનાં બાપુનગરમાં કૃત્રિમ અંગનું વિતરણ કરતાં કેમ્પનું બહુ જ સંુદર આયોજન કર્યું હતું, જ્યાં ૫૦ દિવ્યાંગ લોકોને લાભ થયો હતો. આ પ્રસંગે એક તબક્કે દિવ્યાંગજનોના ચહેરા પર ખુશીની લાગણી ફરી વળી હતી અને તેમના જીવનમાં એક નવી આશાનો સંચાર થયો હતો. ચાલુ વર્ષે જુલાઈની શરૂઆતમાં નારાયણ સેવા સંસ્થાનનાં સીનિયર પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સ સ્પેશ્યાલિસ્ટ ડો. સુશીલ કુમારે મેઝરમેન્ટ કેમ્પનું સુપરવિઝન કર્યું હતું, જેમાં પોલિયોથી પીડિત તેમજ ડાયાબીટિસ, અકસ્માતો વગેરેને કારણે પોતાનાં પગ ગુમાવનાર લોકોએ પોતાનાં કૃત્રિમ અંગોનું માપ પોતાની રીતે લીધું હતું. ડો.સુશીલ કુમારે કહ્યું હતું કે, અમે કલ્પના કરી શકીએ કે, ઇન્ટિગ્રલ સપોર્ટિવ ડિવાઇઝ કેવી રીતે કૃત્રિમ અંગ બને છે અને દિવ્યાંગજનો માટે હલનચલનનાં સોલ્યુશન પ્રદાન કરે છે, જે છેવટે તેમનાં જીવનની ગુણવત્તા વધારે છે. નારાયણ સેવા સંસ્થાનનાં પ્રેસિડન્ટ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે આશરે ૯૯,૧૩૩ કેલિપર્સ, ૧૦,૪૫૨ વ્હીલચેર્સ અને આશરે ૩,૬૪૬ ટ્રાઇસીકલ્સનું વિતરણ કર્યું છે, જે પર્યાપ્ત નથી એવું અમારું માનવું છે. આ કારણે નારાયણ સેવા સંસ્થાન દરેક દિવ્યાંગજનોને પોતાની રીતે હલનચલન કરવા સક્ષમ બનાવવામાં મદદરૂપ થવા ભારતમાં મેઝરમેન્ટ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કેમ્પ પહેલોનું સંચાલન કરે છે. નારાયણ સેવા સંસ્થાન આ પ્રકારનાં દિવ્યાંગજનોને જરૂર પડી શકે એવી તમામ સુવિધાઓ ધરાવતી સ્માર્ટ વિલેજ ફોર ડિફરન્ટલી -એબલ્ડ ધરાવે છે. સંસ્થાન ભારતમાં ૪૮૦ શાખાઓ ધરાવે છે અને ૮૬ શાખાઓ વિદેશમાં ધરાવે છે, જે વિકલાંગતા દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રોજિંદી કામગીરી તરીકે નિઃશુલ્ક વાહન નારાયણ સેવા સંસ્થાન ઉદેપુર રેલવે સ્ટેશન પરથી દર્દીઓ અને એમનાં પરિવારજનોને પિક અપ માટે ફાળવે છે, ત્યારે નારાયણ સેવા સંસ્થાનનાં ગેસ્ટ હાઉસમાં નિઃશુલ્ક રહેઠાણ અને ભોજન પણ આપે છે.

(8:37 pm IST)