Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

હાલોલ વડોદરા હાઇવે પર નર્મદા મેઈન કેનાલપાસેથી ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ટેમ્પો ચાલાક ફરાર :વાઘોડિયા પોલીસે વિદેશી દારૂની બોટલો સહિતનો મુદામાલ જપ્ત કર્યો

>વડોદરા :હાલોલ વડોદરા હાઇવે પર આવેલ નર્મદાની મેઈન કેનાલ પાસેથી ટેમ્પોમાંથી વિદેશી દારૂ ઝડપયાઓ છે 
    વાઘોડિયા પી.એસ.આઈએ બાતમી આધારે હાલોલ વડોદરા હાઇવે રોડ પર નર્મદા મેઈન કેનાલ પાસે વોચમાં ઉભા હતા  દરમિયાન બાતમી વાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઉભી રાખી તેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો નંગ-૩૮૪  કિંમત રૂપિયા ૧૫૭૪૪૦ તથા દારૂની હેરાફેરીમાં વપરાયેલ ટેમ્પો કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ સાથે ટેમ્પામાંથી મળી આવેલ તાડપત્રી અને દોરડું જેની કિંમત રૂપિયા ૧૫૦૦ સાથે કુલ ૩,૦૮,૯૪૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.ટેમ્પોનો ચાલક ટેમ્પો  નાશી છૂટ્યો હતો જેની વિરુદ્ધ વાઘોડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાયદેસરની કીર્યવાહી હાથ ધરી છે.
(7:17 pm IST)