Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વડોદરામાં યુવાનને નોકરી અપાવવાનું કહી આણંદના દંપતીએ 1.15 લાખ પચાવી લેતા ગુનો દાખલ

વડોદરા:ના યુવાનને શારજાહ મોલમાં નોકરી, રહેવા-જમવાની સગવડનું જણાવીને આણંદના દંપતીએ રુ. .૧પ લાખ પડાવ્યા હતા. પરંતુ વિદેશ ગયેલ યુવાનને પ્લાસ્ટીકની ફેકટરીમાં નોકરી અને જમવાની અગવડતાના કારણે પરેશાનીમાં મૂકાયો હતો. વધુમાં તેને વર્ષના નહીં પરંતુ માસના વિઝા અપાવ્યાનું જાણમાં આવતા તે વડોદરા પરત ફર્યો હતો. આવ્યા બાદ તેણે આણંદના ઠગ દંપતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી

પ્રાપ્ત વિગતોનુસાર મોબાઇલ ફોનમાં વિદેશમાં જવાની જાહેરાત જોઇને વડોદરાના તરસાલીના સન્ની ભોપડેએ આણંદના કેયુર પટેલ અને તેના પત્ની ક્રિષ્ણાબેનનો સંપર્ક સાધ્યો હતો. જેથી તેઓએ સન્નીને આણંદ બોલાવ્યા બાદ હમણાં વેકેન્સી નથી પરંતુ જગ્યા હશે ત્યારે બોલાવીશું તેમ કહ્યું હતું. બાદમાં એપ્રિલ ર૦૧૮માં ક્રિષ્ણા પટેલે ફોન કરીને સન્નીને જેતલપુર રોડ પર આવેલા મેડીકેર ડાયગ્નોસ્ટીકસ સેન્ટરે બોલાવીને રૂ. હજાર લઇને સન્નીનું મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું. બાદમાં દુબઇના મોલમાં નોકરી અપાવવાનું કહીને એડવાન્સપેટે રૂ. ર૦ હજાર લીધા હતા. જયારે બાકીના ૯૦ હજાર એરટીકીટ આવે ત્યારે આપવા જણાવ્યું હતું

(6:16 pm IST)