Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ગાંધીનગરમાં મહિલાની નજર સેરવી ગઠિયાએ 37 હજારની બેગની તફડંચી કરતા અરેરાટી

ગાંધીનગર: જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ગઠીયા ટોળકી સક્રિય થઈ છે ત્યારે અડાલજમાં મહિલાની નજર ચુકવી ગઠીયાઓ ૩૯ હજારની મત્તા ભરેલું પર્સ ચોરી ગયા હતા તો સુઘડ પાસે મોલ નજીક પાર્ક થયેલી કારના કાચ તોડી ગઠીયાઓ લેપટોપ સહિત ૬૮ હજારની મત્તા ચોરી જવામાં સફળ રહયા હતા. સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.  

ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો અટકવાનું નામ લેતાં નથી ત્યારે હવે ગઠીયા ટોળકી સક્રિય થઈ છે. ગાંધીનગર શહેર નજીક અડાલજમાં છેલ્લા થોડા સમયથી ગઠીયાઓ એક પછી એક ગુનાઓને અંજામ આપી રહયા છે ત્યારે અડાલજ ગામમાં શ્રીનાથ રેસીડેન્સી વિભાગ- માં મકાન નં.ર૮ ખાતે રહેતાં ઉષાબેન જાલમજુવા ચૌધરી તેમની કાર લઈને અડાલજ ગામમાં શુક્રવારી બજારમાં ગયા હતા

(6:14 pm IST)