Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

મહેસાણામાં કસબા વિસ્તારમાં નામચીન બુટલેગરે સીસીટીવી લગાવી જુગારધામ શરૂ રાખતા ચર્ચાનો વિષય બન્યો

મહેસાણા: શહેરના ડીવીઝન વિસ્તારમાં કસ્બા વિસ્તારમાં એક નામચીન શખસે સીસીટીવી લગાડી જુગારની ક્લબ ચાલુ કરી છે. અહી પોલીસને માર માર્યાના ભૂતકાળમાં અનેક બનાવો બન્યા છે. છતાં પોલીસને દેખાતું કેમ નથી? તે ચર્ચાનો વિષય બન્યો છે.

 

થોડાક દિવસ પહેલાજ અહીં આર આર.આર.સેલે રેડ કરી હતી. ત્યારે ફોજદાર સહિતના પોલીસ કર્મીઓને માર પડયો હતો. તે કેસ હજુ ચાલુ છે. ત્યાં નામચીન શખસે સીસીટીવી લગાડી દઇ બે ફામ જુગાર રમાડવાનું ચાલુકયું છે. મહેસાણાના ડિવીજન હદમાં આવતી ક્લબ ઉપર પોલીસ કર્મીચારીઓ પણ જણા ડરે છે. ક્લબ ઉપર રાજક્યિ આકાઓનો હાથ હોવાથી મહેસાણા પોલીસના હાથ ટુંકા પડે છે. જિલ્લામાં આવી અનેક પ્રવૃતિઓ ખુલ્લે આમ ધમધમી રહી છે. ત્યારે કડક પોલીસ અધિકારી મુકાય તેવી લોકોની માંગ છે.

(6:13 pm IST)