Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વડોદરાની આજવા ચોકડી નજીક શ્રમજીવી યુવકના કાનમાંથી કડીઓ ખેંચી ગઠિયો છૂમંતર....

વડોદરા:આજવા ચોકડી પાસેથી ચાલતા ચાલતા જતા શ્રમજીવી યુવકના કાનમાંથી સોનાની કડીઓ તોડીને બે આરોપીઓ ભાગી છૂટયા હતા. જે અંગે શ્રમજીવી યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અંગેની વિગત એવી છે કે, મૂળ દાહોદ જિલ્લાના ગુલતોરા ગામે રહેતો તાજુભાઇ સોબનભાઇ ડામોર હાલમાં સયાજીપુરા ગામમાં ઝુંપડુ બાંધીને પરિવાર સાથે રહે છે અને કડિયાકામની મજૂરી કરે છે. ગઇકાલે સવારે પત્ની સવિતાબેન અને અન્ય મજૂરોને તાજુભાઇએ રાજુભાઇ પટેલની સાઇટ પર મોકલી દીધા હતા અને પોતે પાણીનો કારબો ભરીને થોડીવાર પછી નીકળ્યો હતો. હાઇવે પર જગદીશ ફરસાણ સામે રોડ પર બે આરોપીઓએ તેને ઉભો રાખ્યો હતો અને ક્યાં જાય છે ? તેમ પૂછીને તેના ખભા પર હાથ મૂકીને વાતો કરાવતા કરાવતા આજવા ચોકડી બ્રીજ નીચે લઇ ગયા હતા.

(6:12 pm IST)