Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વડોદરા નજીક નકલી રિપોર્ટરની ઓળખ આપી મહિલાના ઘરે જઈ બીભત્સ માંગણી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:પ્રેસ રિપોર્ટરની ઓળખ આપી દેશી દારૂ વેચતી મહિલાના ઘરે જઇને બીભત્સ માંગણી કરનાર શખ્સ સામે માંજલપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે, કલાલી વિસ્તારમાં રહેતી ૪૫ વર્ષની મહિલાના પતિને છેલ્લા ત્રણ વર્ષથી લકવા થયો છે. જેથી ઘર ચલાવવા માટે મહિલા ચોરી છુપીથી દેશી દારૂ વેચતી હતી પાંચ મહિના પહેલા એક શખ્સ તેમના ઘરે આવ્યો હતો અને પોતાની ઓળખ રાજેશભાઇ બોડિયો ગુડે વડોદરા પ્રેસ તરીકે આપીને કહ્યું હતું કે, વડોદરાની તમામ પ્રેસ મારા અન્ડરમાં છે. તેમ જણાવી તેનો મોબાઇલ નંબર આપી સંપર્ક કરવા જણાવ્યું હતું.

(6:11 pm IST)