Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સુરતમાં પ્રેમ જાળમાં ફસાવી યુવતીને માતા બનાવી હવસખોર નરાધમે તરછોડી દેતા અરેરાટી

સુરત:હર્બલ લાઇફમાં રજીસ્ટ્રેશનના બ્હાને યુવતીનો મોબાઇલ નંબર અને ઘરનું સરનામું મેળવી લગ્ન કરવાની લાલચે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ પુત્રનો જન્મ થતાં તરછોડી દેનાર સીટીલાઇટના હવસખોર વિરૃધ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

શહેરના સીટીલાઇટ વિસ્તારના યુપી નગરમાં રહેતા રીન્કુબલી રાજજયસ્વાલ નામના યુવાને ખટોદરા વિસ્તારમાં રહેતી યુવતીનો હર્બલ લાઇફમાં રજીસ્ટ્રેશનના નામે સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ વારંવાર રજીસ્ટ્રેશનના બ્હાને મોબાઇલ ફોન પર કોલ કરી અને ઘરનું સરનામું મેળવી લીધું હતું.

(6:11 pm IST)