Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સુરત નજીક નાણાકીય લેતી દેતીના મામલે થયેલ હુમલામાં ગાર્મેન્ટના વેપારીનું કમકમાટીભર્યું મોત

સુરત:ગોડાદરાના વિકાસ ગોલ્ડન જવાના રોડ પર નાંણાકીય લેતીદેતીના વિવાદમાં ચપ્પુ વડે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ગારમેન્ટના હોલસેલ વેપારીનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

લીંબાયત-ગોડાદરા નહેર નજીક દેવીકૃપા સોસાયટીમાં રહેતા અને ગારમેન્ટનો હોલસેલમાં વેપાર કરતા ધ્રૃવ ધર્મેન્દ્ર લાકડાવાલા (.. ૨૪) તા.૧૦ના રોજ રાબેતા મુજબ ઘરેથી કામ માટે જવા નીકળ્યો હતો. દરમિયાનમાં રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં તે પેટ અને હાથમાં ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે પરત આવ્યો હતો. જેને તુરંત સારવાર માટે પત્ની ખુશી અને માતા યોગીતાબેન ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

(6:11 pm IST)