Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વડોદરા: પત્નીને પુત્રી સાથે તરછોડી ભરણપોષણ ન ચુકવાનર પતિને અદાલતે 560 દિવસની સજાની સુનવણી કરી

વડોદરા:પત્ની અને પુત્રીને છોડીને જતા રહેતા પતિ દ્વારા તેમના ભરણપોષણની રકમ પણ ચૂકવવામાં આવી નહતી, ૨૮ મહિનાની બાકી પડતી ભરણપોષણની રકમ સામે કોર્ટે આરોપી પતિને ૫૬૦ દિવસની સજા કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બાજવામાં રહેતી સપના નામની યુવતીના લગ્ન રાજસ્થાનના બોડમેરમાં રહેતા રાજેશ ઉર્ફે કિશનદત્ત બહાદુર સોની સાથે ઓક્ટોબર ૨૦૦૩ માં થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્રી છે. પુત્રીના જન્મ પછી પતિ રાજેશનું વર્તન બદલાઇ ગયુ હતું. રાજેશ ચાઇનીઝ ફૂડનાં સ્પેશ્યાલીસ્ટ હતા અને મહિને દશથી બાર હજાર રૃપિયા કમાય છે.

(6:10 pm IST)