Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વડોદરાના બરાનપુરા નજીક કાર પાર્ક કરવા બાબતે નર્સ પર જીવલેણ હુમલો થતા અરેરાટી

વડોદરા:બરાનપુરા પેટ્રોલપંપ પાસે રૃદ્ર કોમ્પલેક્ષમાં રહેતી મહિલાની સાથે કાર પાર્કિગ બાબતે ઝઘડો કરીને કેટલાક વ્યક્તિઓએ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે, રૃદ્ર કોમ્પલેક્ષમાં રહેતા મિનાક્ષીબેન પ્રિતેશભાઇ પટેલ ખેડા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. ગત ૧૪મી તારીખે તેઓ તિલકવાડામાં મરણપ્રસંગે ગયા હતા અને ત્યાંથી પરત આવીને પોતાની કાર એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરી હતી. તેમની કારને અડકવાથી ઓટોમેટિક સાયરન વાગતુ હોય નાના છોકરાઓ કારને અડકતા હતા. જેથી સાયરન વાગતું હતું અને કેટલાક છોકરાઓએ કારને પથ્થર પણ માર્યો હતો.

(6:10 pm IST)