Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વડોદરામાં ખેતરના ઓરડામાંથી બુટલેગરે 7.63 લાખના દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

વડોદરા:દશરથ ગામની સીમમાં આવેલા ખેતરમાં ઓરડીમાંથી મળેલા .૬૩ લાખના વિદેશી દારૃના કેસમાં વોન્ટેડ બૂટલેગરને છાણી પોલીસે કોર્ટમાં રજૂ કરીને એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.

અંગેની વિગત એવી છે કે, છાણી પોલીસે મળેલી બાતમીના આધારે દશરથ ગામની સીમમાં ખેતરની ઓરડીમાંથી ગત તા.૨૩--૨૦૧૯ના રોજ વિદેશી દારૃની ૧૯૦૮ બોટલો કિંમત રૃપિયા ,૬૩,૨૦૦ની કબ્જે લીધી હતી. ગુનામાં વોન્ટેડ બૂટલેગર સંજય ઉર્ફે રોટી રમણભાઇ પટેલ (રહે. સમાગામ નવઘણ ભરવાડના મકાનની પાછળ)ની ગઇકાલે સાંજે ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડ માંગતા જણાવ્યું છે કે, આરોપી રીઢો બૂટલેગર છે. અગાઉ પણ પ્રોહિબીશન, .ટી.એમ. ચોરી અને જેલમાં મોબાઇલ રાખવાના ગુનામાં પકડાયો છે.

(6:09 pm IST)