Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

તસ્કરો પણ હવે બન્યા ઇ-તસ્કરઃ અમદાવાદમાં નોકરીવાંચ્છુક યુવક સાથે નોકરી આપવાના બહાદે છેતરપિંડી

વડોદરા :ટેકનોલોજીના જમાનાની અંદર હવે ચોરી કરવાની પદ્ધતિઓ પણ બદલાઈ છે. ઈન્ટરનેટના યુગની અંદર હવે તસ્કરો પણ ઈન્ટરનેટના માધ્યમથી -તસ્કર બની જરરિયાતમંદ લોકોને છેતરી રહ્યાં છે. ખાસ કરીને નોકરીવાંચ્છુ યુવકોને નોકરી અપાવવાના બહાને તેમના ડેટા હેક કરી તેમની પાસેથી પ્રોસેસિંગ ફી ના નામે નાણાંની માંગણી કરી છેતરપિંડી પણ આચરવામાં આવે છે. આવો એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. શહેરના એક નોકરી વાંચ્છુક યુવકને નોકરી આપવાના બહાને આર્થિક છેતરપિંડી કરી હોવાની ફરિયાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાયો છે.

આધુનિક જમાનામાં હવે નોકરી મેળવવા માટે ઈન્ટરનેટના યુગમાં વિવિધ પ્રકારની જોબ પોર્ટલ સરળતાથી વેબસાઈટ ઉપર જોવા મળી રહ્યા છે. પ્રકારના જોબ પોર્ટલ દ્વારા નોકરીવાંચ્છુ યુવકોને નોકરી અપાવવાની ખાતરી આપવામાં આવે છે. અલબત્ત કેટલાક જેન્યુઇન જોબ પોર્ટલ દ્વારા યુવકોને નોકરી આપવામાં મદદ થતી હોય છે. તો બીજી તરફ કેટલાક બોગસ અને સાયબર ક્રાઇમ કરવામાં નિપુણ છે, તેવા તત્વો દ્વારા નોકરી ઇચ્છુક ઉમેદવારો પાસેથી નોકરી અપાવવાના બહાને રૂપિયા પણ પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સમાજમાં જોવા મળી રહ્યા છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા સમર્થ નામના નોકરીવાંચ્છુ યુવક સાથે પ્રકારની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ વડોદરા સાયબર પોલીસ મથકમાં નોંધાઈ છે.

સમર્થ નામના યુવકે નોકરી મેળવવા માટે ઓનલાઇન જોબ પોર્ટલ nokri.com ઉપર પોતાના ડેટા અપલોડ કર્યા હતા અને તેની શૈક્ષણિક લાયકાત મુજબ નોકરી મળે તે માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. જોબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સમર્થને બજાજ ઇલેક્ટ્રિકલ્સમાં જોબ મળી હોવાની વાત એક ફોન કોલ દ્વારા કરવામાં આવી હતી. જોકે ફોન કરનાર વ્યક્તિએ સમર્થ પાસેથી પ્રોસેસિંગ ફી અને જોબ માટે આગળના સ્ટેપ માટે નાણાંકીય વ્યવહાર કરવા જણાવ્યું હતું. જોબ મેળવવા માટે સમર્થ દ્વારા ઓનલાઈન પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફોન કોલથી બીજી વખત સમર્થ પાસે વેરિફિકેશનના નામે ઓનલાઈન નાણાંકીય વ્યવહાર કરાવ્યો હતો. પહેલા રૂપિયા 4000 ત્યાર બાદ રૂપિયા 8500 એમ બે વખત સમર્થ પાસેથી લઈ લીધા બાદ જોબ મળી ગઈ છે એવા આશ્વાસન આપીને સેલેરી માટે બેંકમાં ખાતું ખોલવાની વાત કરી 10 હજાર રૂપિયા ભરવા કહ્યું હતું. સમર્થ કાટદરે ખૂબ ગરીબ બેરોજગાર યુવક છે. તેને નોકરી મળી ગઈ છે તેવી આશા સાથે ફોન કોલ દ્વારા જે નાણાં માંગવામાં આવ્યા હતા તેની વ્યવસ્થા તેણે મિત્રો પાસેથી રૂપિયા ઉછીના માંગીને કરી હતી. પરંતુ જ્યારે નાણાં આપ્યા બાદ પણ નોકરી માટેનો કોલ લેટર મળ્યો તો સમર્થને પોતે છેતરાયો હોવાનો ખ્યાલ આવ્યો હતો અને તેને સમગ્ર માહિતી અને જરૂરી પુરાવા સાથે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જોબ પોર્ટલ દ્વારા થઈ રહેલી વારંવારની છેતરપિંડી વિશે વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભૂંસાવળેએ કહ્યું કે, ઓનલાઇન જોબ માટે ક્યારે પણ કોઈપણ પ્રકારનો નાણાંકીય વ્યવહારના એચ.આર ડિપાર્ટમેન્ટ કરતું નથી. ત્યારે આવા યુવકોએ નાણાકીય વ્યવહાર કરતા પહેલા બધી પ્રકારનું વેરિફિકેશન કરવું જોઈએ. જેથી કરીને તેઓ કોઈપણ પ્રકારની છેતરપિંડીનો ભોગ બને.

ઈન્ટરનેટના યુગમાં વારંવાર જે પ્રકારની છેતરપિંડી -તસ્કરો દ્વારા હાથ ધરવામાં આવે છે, તેને લઈને વડોદરા સાયબર પોલીસ પણ એક્ટિવ બની છે. છેલ્લા કેટલાય દિવસોથી પ્રકારના ગુનાઓની નોંધ પોલીસ મથકે થયા બાદ સાયબર પોલીસ દ્વારા પણ તેને ગંભીરતાથી લઈને કેટલાક ગુનાઓ ડિટેકટ કર્યા છે. પોલીસે ગુનાઓમાં સામેલ ગુનેગારોની ધરપકડ પણ કરી છે. વિવિધ પ્રકારની મોડેસ ઓપરેન્ડી સાથે કામ કરતા -તસ્કરોને પોલીસ માટે પણ માથાનો દુખાવો બની રહ્યા છે, ત્યારે સાયબર પોલીસ મથકના .સી.પી ભરત રાઠોડે પણ ઝી 24 કલાકના માધ્યમથી શહેરીજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આવા તત્વોની લોભામણી લાલચમાં ક્યારેય આવવું જોઈએ નહીં. અલબત્ત ઓનલાઈન કોઈ પણ પ્રકારનું નાણાંકીય ટ્રાન્જેક્શન કરો તો પહેલા વેબસાઈટ અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવી જોઈએ.

(5:58 pm IST)