Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

આર્ય સમાજમાં જોડાયા અને 'સુભાષ'માંથી આચાર્ય દેવવ્રત બન્યાઃ દયાનંદ સરસ્વતિથી ભારે પ્રભાવિત

યોગ- ગૌવંશ બચાવો- ઓર્ગેનિક કૃષિ- કન્યા કેળવણી- આયુર્વેદ અને નેચરોપેથીના પહેલેથી હિમાયતી

આચાર્ય દેવવ્રતનો જન્મ ૧૮ જાન્યુઆરી ૧૯૫૯ના રોજ લહેરીસિંહના ઘરે હરિયાણામાં થયો હતો. તેમણે હિન્દી અને ઈતિહાસમાં માસ્ટર અને બી.એડની ડિગ્રીઓ મેળવેલી છે. માત્ર એટલું જ નહીં, તેઓએ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપેથી (દિલ્હી)માંથી નેચરોપેથી અને યોગિક સાયન્સમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ અધ્યાપન અને વહીવટી તંત્રનો ૩૪ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

ચારભાઈઓમાં સૌથી નાના આચાર્ય દેવવ્રતનું બાળપણનું નામ સુભાષ હતું. તેઓ સામાજિક જીવનની શરૂઆતમાં જ દયાનંદ સરસ્વતીના સિદ્ઘાંતોથી પ્રભાવિત થયા અને આર્ય સમાજ સાથે જોડાયા. ૧૯૮૧માં તેઓ સુભાષમાંથી ગુરૂકુળ(કુરૂક્ષેત્ર)ના આચાર્ય દેવવ્રત બની ગયા. તે સમયે ગુરૂકુળમાં ૫દ્મક ૧૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હાલ ૧૫-૨૦ હજાર વિદ્યાર્થીઓ આ ગુરૂકુળમાં અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે સાથે આચાર્ય દેવવ્રત અનેક સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહ્યા છે. તેઓ યોગ, ગૌવંશ બચાઓ, ઓર્ગેનિક કૃષિ, કન્યા કેળવણી, આયુર્વેદ અને નેચરોપેથીને પ્રોત્સાહન આપતા રહ્યા છે.

(3:57 pm IST)