Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

મોડાસામાં મેઘરાજાને રીઝવવા ખુલ્લા પગે પદયાત્રા:સૈયદ મખદૂમ શાહ લાહોરી કબ્રસ્તાનમાં ખાસ નમાજ અદા કરી

શહેરના શાહી કોટ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ રીસામણા લેતા ખેડૂતો અને પ્રજાજનોની હાલત કફોડી બની છે જીલ્લાવાસીઓ વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે હિંદુઓ શિવલિંગ ડુબાડી અને પર્જન્ય યજ્ઞ યોજી વરુણદેવને રીઝવવા પ્રભુનું શરણ લીધું છે ત્યારેમોડાસાના મુસ્લિમ બિરાદરોએ વરસાદ માટે મોટી સંખ્યામાં એકઠા થઈ કબ્રસ્તાનમાં સામુહિક દુઆ કરી હતી.

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના શાહી કોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠા થઇ ઉઘાડા પગે એક કિલોમીટર સુધી ચાલી સૈયદના મખદુમ શાહ લાહોરી કબ્રસ્તાનમાં વરસાદ માટેની ખાસ નમાજ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ વરસાદ માટે સામૂહિક દુઆ કરી ઈશ્વરને માનવજાત પર રહેમ કરવા અરજી કરી હતી

(12:38 pm IST)