Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

શીલા દિક્ષીતને શ્રધ્ધાંજલી અર્પતા શકિતસિંહ ગોહીલ

દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દિક્ષીતનું શનિવારે હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયેલ. ગુજરાત કોંગ્રેસના સીનીયર નેતા શકિતસિંહ ગોહીલે દિલ્હી ખાતે શીલા દિક્ષીતના પાર્થીવ શરીરના દર્શન કર્યા હતા. શ્રી ગોહીલે ટવીટ્ કરી શ્રધ્ધાંજલી પાઠવતા જણાવેલ કે, મારા પ્રત્યે તેમનો જે પ્રેમ આર્શીવાદ હતા તેને કદી ભુલી નહી શકું. ગુજરાત માટે શીલાજીને વિશેષ લગાવ હતોે. મને તેઓ કહેતા કે ગુજરાતે પોતાની દિકરી મારા ઘરમાં વહુ રૂપે આપી છે તો ગુજરાત સાથે પણ સંબધ નિભાવવાનો છે. આ ઉપરાંત શકિતસિંહજીએ કચ્છના ભુકંપ સમયે શીલા દિક્ષીત સાથેના સંસ્મરણો વાગોળતી તસ્વીર પણ ટવીટ્ર ઉપર શેર કરી હતી.

(11:52 am IST)
  • ચંદ્રયાન-૨ના સફળ લોન્ચીંગ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શુભકામના પાઠવી અને કહ્યું દેશ માટે ગર્વની વાત છે access_time 4:03 pm IST

  • મુસ્લિમોને પણ SC/STને મળતા અનામતના લાભોમાં સમાવિષ્ટ કરો : સુપ્રીમ કોર્ટના 1992 ની સાલના જજમેન્ટનો અમલ કરો : કેરાલા હાઇકોર્ટમાં માઇનોરિટી ઇન્ડિયન્સ પ્લાનીંગ એન્ડ વિજિલન્સ કમિશનર ટ્રસ્ટએ દાખલ કરેલી પિટિશન access_time 8:21 pm IST

  • જયારે ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ પાકિસ્તાનમાં આ અઠવાડીયાના અંત ભાગે આ વરસાદી દોર પહોંચી સારો વરસશે access_time 11:36 am IST