Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અમદાવાદના નરોડાની ઘટના

મામાએ ભાણી પર દુષ્કર્મ આચરતાં ગર્ભવતી બની : અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો

અમદાવાદ તા.૨૨: અમદાવાદમાં મામાએ ભાણી પર અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ બાદ સગીર વયની ભાણકી ગર્ભવતી બનતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મામાએ ભાણી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધી  તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. તેને પેટમાં દુઃખાવો ઉપડતા માતા-પિતા સગીરાને દવાખાને લઇ ગયા ત્યારે સોનોગ્રાફીમાં તેને ગર્ભ હોવાનું બહાર આવ્યુ હતુ. ગર્ભવતી બનેલી સગીરાએ અધુરા મહિને એક બાળકને જન્મ આપ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સગીરાના પિતાએ શહેર કોટડા પોલીસ મથકમાં મામા વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત એવી છે કે ફરિયાદી અમદાવાદના નરોડા વિસ્તારના  રહેવાસી છે. તેમના પત્નીના માસી પણ નજીકમાં જ રહે છે. દરમ્યાન તે નોકરી પર હતા ત્યારે ફરિયાદીની પત્નીએ ફોન કરીને દીકરીને પેટમાં દુઃખાવો થતો હોવાની જાણ કરી હતી. પત્નીના ફોન બાદ ઘરે ગયેલા ફરિયાદીએ દીકરીને ડોકટરની તપાસ કરાવી હતી. ડોકટરની તપાસમાં તે ગર્ભવતી હોવાનું ખૂલતા ખળભળાટ મચી ગયો હતો. (૧૭.૪)

(11:52 am IST)
  • મુસ્લિમોને પણ SC/STને મળતા અનામતના લાભોમાં સમાવિષ્ટ કરો : સુપ્રીમ કોર્ટના 1992 ની સાલના જજમેન્ટનો અમલ કરો : કેરાલા હાઇકોર્ટમાં માઇનોરિટી ઇન્ડિયન્સ પ્લાનીંગ એન્ડ વિજિલન્સ કમિશનર ટ્રસ્ટએ દાખલ કરેલી પિટિશન access_time 8:21 pm IST

  • અમદાવાદના શાહીબાગ પોસ્ટ ઓફીસમાંથી પાર્સલ ખોલતા તેમાંથી ફટાકડા નીકળ્યા: આ પાર્સલમાંથી બ્લાસ્ટ થયાની ભારે ચર્ચા થઈ હતી, જે અફવા સાબિત થઈ છે access_time 4:02 pm IST

  • આ અઠવાડીયાની મધ્યે મધ્યપ્રદેશ અને નવી દિલ્હીમાં જોરદાર-સારો વરસાદ પડશે access_time 11:36 am IST