Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘસવારી : અમીરગઢના વાદળો ;ઈક્બાલગઢમાં મેઘમહેર

સાંતલપુરના ચારણકા પંથકમાં વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી

બનાસકાંઠાના અમીરગઢના વાતાવરણમાં પલટો આવ્યો છે.ઇકબાલગઢમાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયુ હતુ.લાંબા સમય બાદ વરસાદનું આગમન થયુ છે..વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા અને આજુબાજુ ગામમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.વરસાદ થતા ચોતરફ ઠંડક પ્રસરી હતી.

(5:17 pm IST)