Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વરસાવ્યું અનરાધાર વ્હાલ : પ્રથમ રાઉન્ડમાં 77 ટકા વરસાદ

તમામ નદીઓમાં ઘોડાપુર : ઔરંગા પાર, કોલક, દમણ ગંગા, વારોલી નદીમાં પુસ્કળ પાણી આવતા ખેડૂતોમાં આનંદ: ઉમરગામમાં 105 ટકા વરસાદ ખાબક્યો

વલસાડ જિલ્લામાં છેલ્લા એક પખવાડીયામાં અનરાધાર વરસાદ વરસ્યો છે ચાલુ વર્ષે 15 દિવસમાં સીઝનનો 77 ટકા વરસાદ પડી ચુક્યો છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. ઔરંગા પાર, કોલક, દમણ ગંગા, વારોલી નદીમાં પુસ્કળ પાણી આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.  ગત વર્ષોમાં વર્ષ  2010, 2013 અને 2016માં વલસાડ ખાતે પુર આવ્યું હતું. પરંતુ આ પ્રકારનો વરસાદ તે વર્ષોમાં પણ વરસ્યો ન હતો. છેલ્લે 2016માં ઓગસ્ટ મહિનામાં સતત 10 દિવસ વરસાદ વરસ્યો હતો. જેતે સમયે જીલ્લાનો સરેરાશ વરસાદ 10 દિવસમાં માત્ર 2 ઇંચ રહ્યો હતો. જયારે ચાલુ વર્ષે 15 દિવસમાં સીઝનનો 77 ટકા વરસાદ પડી ચુક્યો છે.

આ પખવાડિયા દરમિયાન  ઉમરગામ માં 105 ટકા વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, વલસાડ અને વાપીમાં આ વખતે પૂર ન આવતા લોકોએ રાહત અનુભવી હતી. વલસાડના ઔરંગાનદીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જોકે વલસાડનું વહીવટી તંત્રની સજાગતાને કારણે વલસાડમાં આ વખતે પરિસ્થિતિ બદતર થતાં રહી ગઈ હતી. હજુ આગામી 24 અને 25 તારીખે પણ વલસાડમાં ભારે વરસાદ ની આગાહી કરાઈ છે. જેને લઈને તંત્ર અલર્ટ થયું છે.

આ વર્ષે તાલુકા પ્રમાણે પડેલા વરસાદના આંકડા 

તાલુકા    સરેરાશ

વરસાદ     હાલનો

વરસાદ      ટકાવારી 

વલસાડ    1970                                    

1783

90 % 

પારડી       2147                                   

1753

73 % 

વાપી         2180                                  

1570

105 %

ઉમરગામ  1889                                  

1968

105 %

ધરમપુર    2442                                  

1733

71 % 

કપરાડા    2744                     

 1753             

63 % 


આમ અત્યાર સુધીમાં વલસાડમાં સિઝનનો કુલ 77 ટકા વરસાદ નોંધાયો છે

(7:37 pm IST)