Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

લોકસભાની ચૂંટણી બનાસકાંઠાથી લડીશ : લીલાધર વાઘેલાએ ધોકો પછાડ્યો

ગઈ ચૂંટણીમાં હરિભાઈ ચૌધરી પાટણથી હારી જાય તેના કારણે હું પાટણથી લડ્યો હતો

ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોવાનું મનાતા પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ સ્પષ્ટ કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી હું બનાસકાંઠાથી લડીશ. હું બનાસકાંઠાનો છું તેથી મારે ત્યાંથી ચૂંટણી લડવી છે. ગત લોકસભાની ચૂંટણીમાં હરીભાઈ ચૌધરી પાટણથી હારી જાય તે ભયને કારણે હું 2014ની લોકસભા ચૂંટણી પાટણથી લડ્યો હતો. આ વખતે હું હરીભાઈને રજૂઆત કરીશ કે તમે રહેવા દો. મને બનાસકાંઠાથી ચૂંટણી લડવાની તક આપે અને આ મારો હક છે. જે તે સમયે મેં હરીભાઈના ભલા માટે બનાસકાંઠાની સીટ છોડી હતી આ વખતે મારે ત્યાંથી ચૂંટણી લડવી છે. 

(5:59 pm IST)