Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

અંકલેશ્વરના તાડફળીયા સહિત બે સ્થળેથી 11 જુગારીઓ ઝડપાયા, 17 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે

અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસે તાડફળીયા ખાતે 2 જુગાર ધામ ઉપર દરોડા પાડી 11 જુગારીયઓને ઝડપી પાડ્યા હતા. વર્લી મટકાનો જુગાર રમતા 2 આરોપી ઝડપાયા હતા. જેમની પાસે થી 4100રૂપિયાનો મુદ્દામાલ જપ્તકર્યો હતો. જ્યારે પાનાં પત્તાનો જુગાર રમતા 9 જુગારીયા પાસેથી 13350 રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. બંને જુગારધામ પરથી કુલ 17450 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી જુગારીયાઓ વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા તાડફળીયા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડતાં પાનાં-પત્તાનો જુગાર રમતા 9 ખેલીઓ અયુબ અહેમદ શેખ, રહે કરજણ, રઉફ ચાંદ શેખ , ઉધના સુરત, વિપુલ વસાવા, નવા બોરભાઠા,ભીખ લલ્લુ પ્રજપતિ, સજોદ, જીગ્નેશ પટેલ, અડાદરા, લક્ષ્મણ વસાવા, સારંગપુર, જાવેદ હુસેન કાપડીયા ભરૂચ, સલીમ લતીફ શેખ, સુરત, ઈમ્તિયાઝ નાઝીમ પઠાણ, તાડફળીયાને રંગે હાથ ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી અંગઝડતી અને દાવ પર લાગેલા રૂપિયા 13350 મળી આવ્યા હતા.

આ જ વિસ્તારમાં વર્લી મટકાનો અડ્ડો ચાલતો હોય ત્યાં દરોડા પાડતા આંક ફરકનો જુગાર રમતા સાદિક સોકત ગુલામ મહંમદ શેખ અને લાલુ ઉર્ફે ગુલ્લો જયંતિ વસાવાને ઝડપી પાડ્યા હતા. આંક ફરક રમવાના સાધનો અને રોકડ મળી કુલ 4100 રૂપિયા જપ્ત કર્યા હતા. તામમ 11 જુગારીયા વિરુદ્ધ શહેર ગુનો નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી.

(12:40 pm IST)