Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પાદરા તાલુકાના લુણા ગામે યુવતી સાથે જબરદસ્તી કરી ચપ્પુના ઘા જીકનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

પાદરા: તાલુકાના લુણા ગમે આવેલી બીડીઆર લાઈફ સાયન્સ કંપનીના માઈક્રો સ્ટોર ડિપાર્ટમેન્ટમાં તારીખ 14ના રોજ સાંજે રહસ્યમય સનજોગોમાં ગમ્ભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ યુવક અને યુવતી બાદ ઘટનાનો ભેદ ઉકેલાયો છે.

વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતી યુવતી સુવર્ણા પાટીલ કમ્પની માઈક્રો સ્ટોર ડિપાર્ટમેન્ટમાં હતી ત્યારે સાથે કામ કરતા અશ્વિન પરમારે મને તું બહુ ગમે છે, તું મારી પ્રેમિકા શકીના જેવી દેખાય છે, મારે તારી સાથે લગ્ન કરવાના છે. અશ્વિને સુવર્ણા સાથે જબરદસ્તી કરી હતી સુવર્ણાએ અશ્વિનની વાત નહિ માનતા અશ્વિન ઉશ્કેરાઈ ગયો હતો અને લેબોરેટરીનું કટર લઈને સુવર્ણાના ગળામાં મારી પોતાના ગળા પર પણ ફેરવી દીધું હતું. ગઈકાલે ઇજાગ્રસ્ત બન્ને ભાનમાં આવ્યા બાદ પોલીસે નિવેદન લઇ અશ્વિન સામે સુવર્ણાની હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો.

(6:23 pm IST)