Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચિખોદરા ગામે મકાનમાં ફસાયેલ મગરના બચ્ચાને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યો

વડોદરા:જિલ્લાના પાદરા તાલુકાના ચિખોદરા ગામે એક મકાનમાં મગરનું બચ્ચું જતા મકાનમાં રહેનારામાં ગભરાટ ફેલાયો હતો તેઓએ વનવિભાગને જાણ કરતા સ્થળ પર પહોંચી જઈ મગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું.

પાદરા તાલુકાના ચિખોદરા ગામે મકાનના બાથરૂમમાં મગર ઘુસી ગયો હતો બાથરૂમમાં બે ફૂટનો મગર દેખાતા દોડધામ મચી ગઇ હતી મકાન માલિક ગોપાલ સિંહે વન વિભાગને જાણ કરી હતી.

વન વિભાગની ટીમે ચિખોદરા ગામે પહોંચી જઇ બાથરૂમમાં જઈને મગરના બે ફૂટના બચ્ચાને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

(6:22 pm IST)