Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ૬૬મો જન્મદિવસ મહેસાણામાં આરોગ્યલક્ષી સેવા તેમજ ધાર્મિક અને સામાજીક સેવાઓ થકી ઉજવ્યોઃ ગુજરાતમાં કોરોના મુક્તિ માટે દેવસ્થાનોમાં જઇ પ્રાર્થના કરી

ગાંધીનગરઃ નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલના ૬૬ મા જન્મ દિવસ ની ઉજવણી કરાઇ હતી.પ્રતિવર્ષની જેમ વર્ષે પણ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ થકી  જન્મ દિવસની ઉજવણી મહેસાણા જિલ્લા સહિત મહેસાણા અને કડી શહેર ખાતે કરાઇ હતી જેમા નાયબ મુખ્યમંત્રી શ્રી સહભાગી થયા હતા.

વર્ષોથી નાયબ મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની માનવીય સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.કડી અને મહેસાણા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

આજે નાયબ મુખ્ય મંત્રીશ્રીના વતન કડી ખાતે શ્રી સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ કડી દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪ થી સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.જેમાં ૨૦૧૪માં ૧૭૧ યુનિટ,૨૦૧૫માં ૫૧૧ યુનિટ,૨૦૧૬માં ૭૧૦ યુનિટ,૨૦૧૭માં ૯૧૬ યુનિટ,૨૦૧૮માં ૧૧૦૭ યુનિટ,૨૦૧૯માં ૧૦૪૭ યુનિટ અને ૨૦૨૦માં ૧૧૧૪ યુનિટ રક્ત એકત્રીત કરાયું હતું વર્ષે પણ કડીમાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનુ્આયોજન કરવામાં આવ્યુ હતું

મહેસાણા જિલ્લાના કડી ખાતે વિવિધ સ્થળોએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં ઉત્સાહપુર્વક રક્તદાતાઓએ ભાગ લીધો હતો. ઉપરાંત કડી ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રીએ પરિવાર સહિત શહેરના વિવિધ ધાર્મિક સ્થળોએ પુજા અર્ચના કરી રાજ્યના પ્રજાજનોના આરોગ્યની સુખાકારી માટે આશિર્વાદ મેળવ્યા હતા અને ગૂજરાત કોરોના મુકત બને માટે પ્રાર્થના કરી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કડી ટાઉનહોલ ખાતે ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપરાંત કડીના વિવિધ ધાર્મિક સ્થળો યવતેશ્વર મહાદેવ મંદિર,ગાયત્રી મંદિર રામજી મંદિર અને ભાગ્યોદય હોસ્પિટલ,સ્વામી વિવેકાનંદ લાયબ્રેરી સહિતના વિવિધ સ્થળોએ યોજાયેલ રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી

કડી ખાતે ભાગ્યોદય હોસ્પિટલ ખાતે શ્રી પુષ્ટી પરિવારના શુભ આશિષ અને આર્થિક સહયોગથી રૂ ૩૦ લાખની કિંમતની  આઇ.સી.યુ ઓન વ્હીલ્સ સહિથ મોબાઇલ ડીસ્પેન્સરીનું લોકાર્પણ પણ નાયબ મુખ્યમંત્રી શ્રી કર્યું હતું

મહેસાણા શહેરમાં નાયબ મુખ્ય મંત્રીશ્રીના જન્મદીન નિમીતે વિવિધ ધાર્મિક,સામાજિક,શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત સંસ્થાઓ દ્વારા પણ સેવાકીય કાર્યોનું આયોજન કરાયું હતું, વિસનગર એસ.કે યુનિ દ્વારા આરોગ્ય કેમ્પ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહેસાણા શહેર ખાતે કમળબા હોલ ખાતે જાયન્ટ્સ ગ્રુપ અને ક્રેડાઇ દ્વારા આયોજીત રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી, ઉપરાંત રામદેવ પાર્ટી પ્લોટ ખાતે રક્તદાન કેમ્પ સહિત આત્મરામ કાકા ફીઝીયોથેરાપી સેન્ટર ખાતે હાડકાંના રોગોના વિનામેલ્યે નિદાન માટે યોજાયેલ કેમ્પની મુલાકાત કરી હતી. મહેસાણા શહેરના માધવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી

કડી ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીશ્રીના ૬૬ મા જન્મદિવસે જિલ્લાની વિવિધ સામાજિક,શૈક્ષણિક,ધાર્મિક સેવાઓ સહિત અન્ય સંસ્થાઓ તેમજ નાગરિકો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.

(5:13 pm IST)