Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પાટણ જીલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઇ

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. રરઃ પાટણ જીલ્લામાં ધીરે ધીરે ચોમાસાનું આગમન થઇ રહ્યું છે. સિધ્ધપુર પંથકમાં ગાજવીજ સાથે ત્રણ કલાકમાં પાંચ ઇંચ ખાબકતા ઠેર-ઠેર જળબંબાકાર જેવી પરિસિથતિ સર્જાઇ હતી રૂષિ તળાવ તેમજ રસુત તળાવ ઓવર ફલો થતા આજુબાજુની દશ જેટલી સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા જયારે નીચાણવાળા વિસ્તારોમાં છાપરામાં રહેતા રપ૦ જેટલા પરિવારોના છાપરાઓમાં પાણી ઘુસી જતા તેમને સ્થળાંતર કરાવવાનો વારો આવ્યો હતો. જયારે સિધ્ધપુરના પ્રખ્યાત વોરવાડમાં એક મકાનની દીવાલ ધરાશાઇ થઇ ગઇ હતી.પાટણ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. અવાર નવાર વરસાદી ઝાંપટા પડી જાય છે. પાટણ-હારીજ સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર વિ. વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઇ ચૂકયું છે અને વાવણી લાયક વરસાદ થતા ખેડુતોમાં ખુશી જોવા મળે છે.

(4:27 pm IST)