Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

૧૯ વર્ષની યુવતી સાથે ગેંગરેપ,આપઘાતની ચકચારી ઘટનામાં ૧૦ દિવસમાં અદાલતમાં ફૂલ પ્રૂફ ચાર્જશીટ કરી અનોખી મિશાલ સ્થાપિત કરી

શમશેર સિંઘ પોલીસ કમિશનર વડોદરા બન્ને આરોપીઓ અદાલતમાં ફરી ન જાય તે માટે મેજિસ્ટ્રેટ સમક્ષ ૧૬૪ મુજબ નિવેદનો,વોઇસ સ્પેકટોગ્રાફિ સેમ્પલ અને તુરંત ખાસ પ્રોસીકયુટરની પણ નિમણૂક : વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંઘ ટીમે રાજ્ય સરકારના ભરપૂર સહયોગ સાથે અશક્યને શકય કરી બતાવતા લોકોમાં હર્ષ. દુષ્કર્મના મામલામાં ચાર્જશીટ મોડી થતી હોવાની લોકોની માન્યતાથી ફેલાયેલ રોષ ને શાંત કરી ગર્વ થાય તેવી ગુજરાતની અનેરી ઘટના અંગે જાણવા જેવી કથા

રાજકોટ, તા.રરઃ નાની ઉંમરની માસૂમ બાળાઓ અને યુવતીઓ પર દુષ્કર્મ કરવાના વધતા જતા બનાવોમાં સામાન્ય રીતે ફૂલ પ્રૂફ તપાસ કરી અને અદાલતમાં ચાર્જ શીટ રજૂ કરવામાં ઘણો સમય પસાર થતો હોય છે, ઘણી વખત તો અદાલતમાં આવી મુદત અરજી આપવી પડતી હોય છે,સંખ્યાબંધ કિસ્સામાં અદાલતમાં ઢીલાશ બદલ ટિક્કા કરી હોવાના બનાવો વચ્ચે ગુજરાતમાં પોલીસ તંત્ર,અને રાજ્ય સરકાર તથા વિવિધ એજન્સીના સહકારથી ગેંગ રેપ,આત્મહત્યા જેવા ગંભીર મામલાની તપાસ યુદ્ધના ધોરણે ફૂલપ્રૂફ તૈયાર કરવા સાથે અદાલતમાં ચાર્જશીટ પણ? ફકત ૧૦ દિવસમાં રજૂ કરવાની ઐતિહાસીક ઘટના ઘટી છે.                                                

આ ઘટના વડોદરાની છે, સામાન્ય લોકો માટે જેના દિલમાં હમદર્દી અને કાયદાની એંસી તેસી કરનાર માથાભારે ગુનેગારો સામે લોખંડી હાથે કામ લેવા માટે જાણીતા આઇપીએસ એવા પોલીસ કમિશનર શમશેર સિંઘના સબળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કરી લોકોની વહા વાહી મેળવી છે. એક ખાનગી કંપનીમાં ફરજ બજવતી યુવતી સાથે તેણીના નિવાસ્થાન કે જે વડોદરાનાં  લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ છે તે સ્થળે દુષ્કર્મની ઘટના ઘટી હતી. પોલીસને ઘટનાની જાણ કરતા તુરત  ઘટના સ્થળની ફોટોગ્રાફી સાથે સાયન્ટિફિક પુરાવાઓ એકઠા કાર્ય હતા.   પોતાના નજીકના લોકો દ્વારા આ પ્રકારનુ કૃત્ય થતાં ૧૯ વર્ષની એ યુવતી દ્વારા ભારે આઘાત લાગેલ અને આઘાત સહન નથતા જીવન ટૂંકાવી નાખેલ.આ ઘટના લોકો સાથે પોલીસ કમિશનરથી લઇ તાબાના સ્ટાફને હચમચાવી નાખેલ.          

પોલીસ કમિશનર દ્વારા આ ઘટનામાં ફૂલ પ્રૂફ પુરાવા સાથે આ યુવતીના પરિવારને ન્યાય મળે અને પોલીસ અને સરકાર આ મામલે ખૂબ ગંભીર છે તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ લોકોમાં પોલીસ પ્રત્યે જે વિશ્વાસનું વાતાવરણ છે તેને યથાવત્ રાખવા માત્ર ચાર્જ શીટ તુરત કરી સંતોષ માનવાના બદલે રાજ્ય સરકારમાં રજૂઆત કરી તુરત ખાસ પબ્લિક પ્રોસીકુયુટરની પણ પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા નિમણુક કરાવવામાં આવી છે.                      

ગણતરીના દિવસોમાં ચાર્જશીટ છતાં તેમાં કોઈ ખામી ન રહે તેની તમામ કાળજી રાખવામાં આવી હતી.આરોપીઓ અદાલતમાં ફરી ન જાય તે માટે તેમના મેજિસ્ટ્રેટ સમક્ષ ૧૬૪ મુજબના સ્ટેટમેન્ટ, યુવતીના બોય ફ્રેન્ડ અવાજના વોઇસ આવાજ નું રેર્કોડિંગ,વિગેરે અનેક બાબતો પોલીસ કમિશનર દ્વારા ચાર્જ શિટમા સામેલ કરેલ છે.

(3:26 pm IST)