Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ઇલેકટ્રીક વાહનોને લઇ આજે CM રૂપાણી કરી શકે છે મોટી જાહેરાત

રાજ્યમાં ઇ-વ્હીકલની બેટરી રિચાર્જથી લઇ વધુ સંશોધન માટે એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે હવે તેની પોલિસી જાહેર થઇ શકે છે

અમદાવાદ તા. ૨૨ : દેશ અને રાજયમાં વધતા પેટ્રોલી ડીઝલના ભાવને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે સરકાર દ્વારા મહત્વની પોલિસી જાહેર કરાય તેવું મનાઈ રહ્યું છે તંત્રએ આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે શું હશે આ પોલિસીમાં તે હવે આજે જાહેર થઈ શકે છે.

મહત્વનું છે કે આજે રાજય સરકાર નવી પોલિસી જાહેર કરે તેવું વર્તાઈ રહ્યું છે. ગુજરાત સરકાર ઈલેકટ્રીક વાહનો માટેની પોલિસીની જાહેરાત કરી શકે છે. વધતા પેટ્રોલ ડીઝલના ભાવ અને વધતા પ્રદૂષણ વચ્ચે ઈલેકટ્રીટ વાહનોનું મહત્વ વધ્યું છે. હવે સરકાર પણ ઈલેકટ્રીક વાહનનોને પ્રોત્સાહન આપી રહી છે. અને ઈલેકટ્રીટ વાહનોની ખરીદી પર કેટલાક ટકા રાહત પણ આપી શકે તેવું જાણવા મળી રહ્યું છે.

રાજય સરકારે પોલિસી બનવવા સંદર્ભે વિભાગ અને સરકાર લેવલે કવાયત તેજ બનાવાઇ છે ઇલેકટ્રીક વાહનોની બેટરી રિચાર્જથી લઇને વધુ સંશોધન કરી કઇ રીતે સરળ બનાવી શકાય તે મુદ્દે એકશન પ્લાન તૈયાર કરાયો છે.

પોલિસી બનવવા સંદર્ભે વિભાગ અને સરકાર લેવલે કવાયત તેજ બનાવાઇ છે. ઇલેકટ્રીક વાહનોની બેટરી રિચાર્જથી લઇને વધુ સંશોધન કરી કઇ રીતે સરળ બનાવી શકાય તે મુદ્દે એકશન પ્લાન તૈયાર કરાયો છે.

(11:54 am IST)