Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

સવારે 6 થી સાંજે 6 સુધીમાં રાજ્યના 100 તાલુકાઓમાં વરસાદ : સૌથી વધુ ભાવનગરના મહુવામાં 2.4 ઈંચ વરસ્યો

લુણાવાડામાં 2 ઈંચ, ડીસામાં 1.6 ઈંચ,વીરપુરમાં 1.6 ઈંચ,ચાણસ્મામાં 37 મીમી, વિસનગરમાં 34 મીમી, મોરવાહડફમાં 30 મીમી વરસાદ પડ્યો

અમદાવાદ : રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કોઈ જિલ્લામાં વધુ વરસાદ પડ્યો તો કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પડ્યો હતો રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 સુધીમાં રાજ્યના 100 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો 100 તાલુકામાં સરેરાશ 1 મિલીમીટરથી લઈને 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે દરમિયાન હવામાન વિભાગે 20 થી 21 જૂનથી વરસાદ પડી શકે તેવી આગાહી કરી હતી

સૌથી વધુ ભાવનગરના મહુવામાં 2.4 ઈંચ, મહીસાગરના લુણાવાડામાં 2 ઈંચ, બનાસકાંઠાના ડીસામાં 1.6 ઈંચ, મહીસાગરના વીરપુરમાં 1.6 ઈંચ, પાટણના ચાણસ્મામાં 37 મીમી, મહેસાણાના વીસનગરમાં 34 મીમી,પંચમહાલના મોરવાહડફમાં 30 મીમી વરસાદ પડ્યો હતો

(9:10 pm IST)