Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

રાજયના ૬૮ તાલુકાઓમાં ૭ ઈંચઃ કચ્છના માંડવીમાં ૧૦ ઈંચ ખાબકયોઃ દ.ગુજરાતમાં પણ વરસાદી માહોલ

 વાપી,તા.૨૨: રાજય માં જાણે ચોમાસા ની સિઝન નો પ્રારંભ થયો હોય તેમ રાજય ના ૧૬ જીલ્લા ના ૬૮ તાલુકાઓ માં ઝરમર થી લઇ ૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે .. આ વર્ષે જાણે મેઘરાજાએ પ્રારંભ કચ્છ થી કર્યા નુ જણાય છે. કચ્છના માંડવી પંથક માં છેલ્લા ૬ કલાક માં ૧૦ ઇંચ ભારે વરસાદ નોંધાતા સર્વત્ર પાણી પાણી થઇ ગયેલ છે

  ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં રાજય ના વિવિધ વિસ્તારો માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા જોઈએ તો ...સૌ પ્રથમ કચ્છ પંથક માં ભુજ ૪૩ મીમી, માંડવી ૧૫૩ મીમી,મુન્દ્રા ૫૧ મીમી અને નખત્રાણા ૫૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત આપણે દક્ષીણ ગુજરાત પંથક માં જોઈએ તો ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં હાંસોટ ૨૧ મીમી,સુરત જીલ્લા ના તાલુકાઓ માં ચોર્યાસી ૧૪ મીમી, સુરત સીટી ૧૭ મીમી, તથા નવસારી જીલ્લા ના તાલુકાઓ માં જલાલપોર ૩૩ મીમી, અને નવસારી ૧૫ મીમી તો વલસાડ જીલ્લા ના તાલુકાઓ માં વલસાડ માત્ર ૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

  જોકે આજે સવારથી ફરી એક વાર મેદ્યરાજાએ કચ્છ અને દક્ષીણ ગુજરાત તરફ મીટ માંડી છે... આજે સવારે ૬ વાગ્યા થી લઇ ૮ વાગ્યા સુધી માં એટલે કે માત્ર ૨ કલાક કચ્છ માં માંડવી ૧૦૩ મીમી,અબડાસા ૩૦ મીમી,તો સુરત સીટી માં ૧૮ મીમી , કામરેજ અને હાંસોટ ૧૩-૧૩ મીમી, ચોર્યાસી ૧૨ મીમી અને જલાલપોર ૧૧ મીમી વધુ વરસાદ નોંધાયેલ છે.

(12:46 pm IST)