Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જલ્પા મલેએ 6 સંતાનોના પિતા જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર સાથે લગ્ન:અનોખી લવસ્ટોરી

નાની ઉંમરની મહિલા નેતાએ પોતાની ઉંમરથી 22 વર્ષ મોટી ઉંમરના નેતા સાથે લગ્ન કર્યા

 

દાહોદ જિલ્લામાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જલ્પા મલે તેમનાથી બમણી ઉંમરના એટલે કે, પોતાનાથી 22 વર્ષ મોટા અને 6 સંતાનોના પિતા એવા શંકર અમલીયાર સાથે લગ્ન કર્યા છે. તેઓ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ છે. કિસ્સો કોઇ ફિલ્મી કહાનીથી કમ નથી. સમગ્ર મામલો ફેસબુકના માધ્યમથી બહાર આવ્યો છે.

શંકર અમલીયારને 6 સંતાનો છે અને પોતે નોકરી, સમાજ સેવા કરે છે અને ખેતીની આવક ધરાવે છે. અમલીયારે 2019 લોકસભામાં હાલ સાંસદ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોરના ડમી તરીકે ફોર્મ ભર્યું હતું. ફોર્મમાં ભરેલી વિગતમાં પત્નીના નામની કોલમ અને સંપત્તિની વિગતોમાં જ્યોત્સનાબેનના નામનો ઉલ્લેખ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા જલ્પા મલ અમલીયારે 20 જૂને લગ્નની તસવીર શેર કરી હતી અને તેને પ્રોફાઈલ પિક્ચર બનાવ્યું હતું. ત્યારબાદ આજે (22 જૂને )પણ કવિતા સાથે ફેસબુક એકાઉન્ટ પર લગ્નની તસવીર મૂકી છે.

(12:24 am IST)