Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ગુજરાત રાજ્યસભા ચૂંટણી : 25મીએ કોંગ્રેસ વિજય મુહૂર્તમાં ઉમેદવારી કરશે : બે ઉમેદવારો ફોર્મ ભરશે

 

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવાની શક્યતા લગભગ નહીવત હોવા છત્તા કોંગ્રેસ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. 25 જૂને કોંગ્રેસ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસ તરફથી બે ઉમેદવારો ફોર્મ ભરશે. જોકે બે ઉમેદવારો કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

  વર્તમાન પરિસ્થિતિ જોતા કોંગ્રેસ રાજ્યસભાની એક બેઠક પણ જીતી શકે તેમ નથી. કારણ કે જીત માટે પુરતા ધારાસભ્યોની સંખ્યા કોંગ્રેસ પાસે નથી. અને મામલે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેના પર 25 જૂને સુનાવણી હાથ ધરાશે.

(10:22 pm IST)