Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બીએસસીમાં ૬૮ ટકા સીટો ખાલી રહી : ચિંતામાં વધારો

બે તબક્કાની પ્રવેશ પ્રક્રિયા બાદ ૪૫૦૦૦ વિદ્યાર્થી :બીએસસી કોર્સમાં વિદ્યાર્થીઓનો ક્રેઝ ઘટતા ભારે નિરાશા

અમદાવાદ, તા. ૨૨ : ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે બીએસસીનો ક્રેઝ ઘટી ગયો છે. બે તબક્કાની પ્રવેશ પ્રક્રિયા બાદ પણ વિદ્યાર્થીઓની સંખ્યા પૂર્તિ થઈ રહી નથી. બે તબક્કાની પ્રવેશ પ્રક્રિયા બાદ પણ સાડા ચાર હજાર વિદ્યાર્થીઓ ઉપલબ્ધ બન્યા છે. જેથી ગુજરાત યુનિવર્સિટીની ચિંતામાં પણ વધારો થયો છે. આનો અંદાજ આ બાબતથી જ લગાવી શકાય છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે બીએસસીમાં ૬૮ ટકા સીટો ખાલી રહી ગઈ છે. આ સ્થિતિ એ વખતે છે જ્યારે જીયુની બીએસસીની પ્રવેશ દ્વારા બે તબક્કાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. ચાર વર્ષના ગાળા બાદ આ પ્રકારની સ્થિતિ ફરીવાર ઉભી થઈ રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ૩૧ બીએસસી કોલેજો છે જેમાં દસ સરકારી અને બાકીની અણુદાનવાળી કોલેજો છે. આમા બીએસસીની કુલ ૧૪૪૯૬ સીટો આ વર્ષ માટે ઉપલબ્ધ છે. બે તબક્કાના પ્રવેશ બાદ માત્ર ૪૫૬૨ જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળ્યો છે. આ વર્ષે બીએસસીમાં પ્રવેશ મેળવવા માટે ૧૪૮૦૦ જેટલી અરજીઓ આવી છે. જે પૈકી ૧૩૭૦૦ વિદ્યાર્થીઓને જ આ વર્ષે મેરિટમાં જગ્યા મળી છે. પ્રથમ તબક્કામાં ૧૩૪૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી ૨૯૦૩ વિદ્યાર્થીઓ પ્રવેશ સ્વીકારી લીધોે હતો. આ બાબતથી ચિંતિત ગુજરાત યુનિવર્સિટી તંત્રએ ચાર દિવસના ગાળામાં જ બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા યોજી હતી. બીજા તબક્કામાં ૭૮૦૯ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી કરવામાં આવી હતી. આમાંથી ૪૫૬૨ વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળી શક્યો છે. ફી જમા કરાવનાર વિદ્યાર્થીઓને આંકડો આનાથી પણ ઓછો રહ્યો છે. ૬૮ ટકા સીટો ખાલી રહી ગઈ છે. કેટલીક સીટોના ડીઈ, બી ફોર્મની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવા સુધી હજુ ખાલી રહેવાના સંકેત છે. કારણ કે ૪૦૦ વિદ્યાર્થી ૮૦ ટકાથી ઉપરવાળા છે. આ પૈકી બીઈ, બી ફોર્મ અથવા તો બીએસી નર્સિંગ, ફેજીયોથેરાપિ, હોમિયોપેથીમાં પ્રવેશ મળવાની સ્થિતિમાં આ વિદ્યાર્થીઓ બીએસસીમાં પ્રવેશ મેળવશે નહીં. વર્ષ ૨૦૧૮માં બીએસસીની ૯૩૦૦ સીટોમાંથી ૮૦૦૦થી વધુ સીટો ભરાઈ ગઈ હતી. આવી સ્થિતિ વર્ષ ૨૦૧૭માં જોવા મળી હતી. પ્રતિષ્ઠત એમજે સાયન્સ કોલેજના માત્ર ૪૭૫ વિદ્યાર્થીઓ પ્રવેશ સ્વીકાર્યો છે.

ગુજરાત યુનિવર્સિટી વહિવટીતંત્ર પ્રવેશ સમિતિની નજર હવે જુલાઈ મહિનામાં યોજાનારી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા પર કેન્દ્રિત થઈ છે જેમાં ૧૧ હજાર વિદ્યાર્થીઓ રહેલા છે. આમાથી પાસ થનાર મોટાભાગના વિદ્યાર્થી મોટાભાગે બીએસસીમાં પ્રવેશ મેળવશે.

(9:42 pm IST)