Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

થરાદ સાચોર હાઈવે પર ટ્રકે ઉભેલા ટ્રેલરને ટક્કર મારતા બે ચાલકોના ચગદાઈ જવાથી મોત

ટ્રેલરને ખેચવા ઉભુ રાખી સાંકળ બાંધી રહ્યા હતા.ત્યારે ટ્રકે ધડાકાભેર ટક્કર મારી

સાચોર હાઈવે પર બુઢનપુર ગામના પાટીયા નજીક ખરાબ થયેલ ટ્રેલરને અન્ય ટ્રેલર દ્વારા ખેચવા સાંકળ બાંધી રહ્યા હતા.તે દરમ્યાન હાઈવા ટ્રકના ચાલકે ધડાકાભેર ટ્રેલરને ટક્કર મારતાં બે ચાલકોના ચગદાઈ જવાથી મોત નિપજ્યા હતા. અને એકને ઈજાઓ થતાં થરાદ પોલીસ મથકે હાઈવા ટ્રકના ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોધાઈ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર થરાદ સાચોર હાઈવે પર બુઢનપુર નજીક ગત શુક્રવારની રાત્રીના દસ વાગ્યાના આસપાસ રાજસ્થાન તરફ જતુ એક ટ્રેલર ખરબ થતાં અન્ય આવી રહેલ ટ્રેલરના ચાલકે ખરાબ થયેલ ટ્રેલરને ખેચવા ઉભુ રાખી સાંકળ બાંધી રહ્યા હતા.તે દરમ્યાન પુરઝડપે આવી રહેલ હાઈવા ટ્રકના ચાલકે ટ્રેલરને પાછળ ટક્કર મારતાં સાંકળ બાંધી રહેલ ટ્રેલરના ચાલક કશ્મીરસિંગ ઈન્દરસિંગ સૈની રહે જાગોવાલ (પંજાબ) ટ્રેલરની વચ્ચે આવી જતાં ચગદાઈ ગયા હતા. તેમજ હરજીન્દરસિંગ અજિતસિંગ સૈની પર ટ્રલરનુ ટાયર આવી જતાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ સાજન નામના કલીનરને નાની મોટી ઈજાઓ થઈ હતી.

જોકે ટ્રકનો ચાલક ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકોને પીએમ અર્થે ખસેડી હાઈવા ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી

(9:38 pm IST)