Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન :વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. સાબરાકાંઠાના વિજયનગર સહિતના તાલુકામાં વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઈડરમાં પણ ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો આ બાજુ અરવલ્લીના શામળાજીમાં પણ ધીમી ધારે મેઘો મંડાયો છે.

(9:30 pm IST)