Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બીલીમોરાના બંદર પર 11 લાખનો વિદેશી દારૂ ભરેલ બોટ ઝડપાતા પાંચ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા

બીલીમોરા: શહેરનાં બંદર પર, દમણથી દરિયાઈ માર્ગે બોટમાં ભરીને લાવવામાં આવેલો રૂ.૧૧.૩ર લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બાતમી આધારે સુરત રેંજ આઈજીપીની ઓપરેશન ગૃપ પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસને જોઈ કારમાં ભાગી ગયેલાં પાંચ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે રૂ.૧પ લાખની બોટ સહીત કુલ રૂ.૨૬.૩૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત રેંજ આઈજીપી રાજકુમાર પાંડીયનનાં ઓપરેશન ગૃપ પોલીસને ગુરૂવારે મોડીરાત્રે બાતમી મળી હતી કે દમણથી દરિયાઈ માર્ગે બોટ (કોટીયું)માં ભરીને વિદેશી દારૂનો જથ્થો બીલીમોરાનાં બંદરે ઉતારવાનો છે. જેમાં દરિયાઈ ભરતીનાં પાણી ઓસરી જતા દારૂ ભરેલી બોટ કાદવમાં ફસી ગઈ હતી અને બોટને કિનારે લાવવા માટે દરિયાની ભરતીની બુટલેગરો રાહ જોઈ રહ્યા હતા. મળસ્કે .૩૦ વાગ્યે બીલીમોરાની અંબિકા નદીમાં દરિયાની ભરતીનાં પાણી આવતાની સાથે બુટલેગરોએ દારૂ ભરેલી બોટને બંદર કિનારા ઉપર લાવીને થાંભલા સાથે બાંધી દઈ તેમાંથી દારૂની ભરેલી પેટીઓ ઉતારવા માંડયા હતા અને તે જથ્થો એક સફેદ રંગની આર્ટિંગા કાર (નં.જીજે-ર૧-૦૮૧૧)માં સગેવગે કરવાની તૈયારીમાં હતા. ત્યારે સુરત ઓપરેશન ગૃપ પોલીસ ત્રાટકી હતી.

(5:14 pm IST)