Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સુરતના વેસુમાં બાંધકામની સાઈડ પર રમતી બાળકીના પેટમાં સળીયો ઘુસી જતા હાલત ગંભીર

સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વેસુ રોડ પર જોલી બંગ્લોઝ પાસે  રહતી વષીૅય શર્મીલા સુરંગ રાવત આજે સાંજે તેના પિતા કામમાં વ્યસ્ત હતા.ત્યારે  પહેલા માળે બાંધકામની સાઇડ પર રમતી હતી.ત્યારે તે નીચે પડી જતા અંદાજીત ૧૦ ફુટ સળિયો બાળકીના પેટમાં ઘૂસી ગયો હતો અને આર પાર નીકળી ગયો હતો. બનાવ બનતા કામદારો હતપ્રભ થઇ ગયા હતા. અને ૧૦૮ને જાણ કરતા તરત એમ્બ્યુલન્સ પહોચી હતી

બાળકીના પીઠના ભાગેથી ૪થી૫ ફુટ સળિયો કાપ્યો હતો.અને પેટના ભાગે બાજુએથી ફુટ સળિયો સાથે બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે.સિવિલમાં  ડોકટર દ્વારા બાળકીનો સળિયો કાઢવાની કોશિષ શરૂ છે.

(5:13 pm IST)