Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સુરતની કાપડબજારમાં છેતરપિંડીની બે અલગ અલગ ઘટનામાં 37.26 લાખની ઠગાઈ થતા તપાસ શરૂ

સુરત:કાપડ બજારમાં છેતરપિંડીની બે અલગ અલગ ઘટનામાં રૂ.37.26 લાખની ઠગાઈ અંગે સલાબતપુરા અને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. રીંગરોડના ગોલ્ડન પ્લાઝામાં દુકાન ધરાવતા પિતા-પુત્ર ગોલ્ડન પ્લાઝામાં દુકાન ધરાવતા વેપારી પાસેથી રૂ.35.75 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે કાપોદ્રામાં કારખાનું ધરાવતા વેપારી પાસેથી રૂ.1.51 લાખનું કાપડ વેચવા લઇ જઇ બે દલાલે પેમેન્ટ કર્યુ હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ રત્નજ્યોત એપાર્ટમેન્ટ એફ ટાવરમાં રહેતા 40 વર્ષીય સુભાષભાઇ રામઅવતાર અગ્રવાલ રીંગરોડ કિન્નરી સિનેમાની પાસે ગોલ્ડન પ્લાઝામાં ગ્રે કાપડની દુકાન ધરાવે છે. વરાછા લંબેહનુમાન રોડ ત્રિકમનગર ગ્રીન પાર્ક સોસાયટી ઘર નં. 62માં રહેતા પિતા-પુત્ર ચિરાગ જીવસિંગ રાઠોડ - દેવ પણ ગોલ્ડન પ્લાઝામાં કાપડની દુકાન ધરાવતા હતા. પિતા-પુત્રએ શરૂઆતમાં સુભાષભાઈ પાસેથી ઉધાર માલ ખરીદી સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો. પરંતુ એપ્રિલ 2015 થી ઓક્ટોબર 2016 દરમિયાન તેમણે ખરીદેલા રૂ.35,75,091ની કિંમતના ગ્રે કાપડનું પેમેન્ટ તેમણે વારંવાર ઉઘરાણી કરવા છતાં કર્યું હતું અને દુકાન બંધ કરી ફરાર થઇ ગયા હતા. અંગે સુભાષભાઈએ ગતરોજ પિતા-પુત્ર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.ડી. ગામીતે વધુ તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)