Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વડોદરાના ધનોરા ગામે કંપનીમાં કામ કરતો કર્મચારી ટિફિનમાં સંતાડીને 11 કિલોની પ્લેટ લઇ જતો રંગે હાથે ઝડપાયો

વડોદરા:ધનોરા ગામે આવેલી હેટીક કંપનીમાં નોકરી કરતો કર્મચારી ચોરીનો સામાન ચોરી કરીને લઇ જતા ઝડપાઇ ગયો હતો. જેને જવાહરનગર પોલીસને હવાલે કરવામાં આવ્યો છે

અંગેની વિગત એવી છે કે, ધનોરા ગામની હેટીક કંપનીમાં કેન્ટીનમાં નોકરી કરતો પ્રજ્ઞોશ મહેન્દ્રભાઇ પરમાર નોકરી પૂરી કરીને ઘરે જતો હતો. તે સમયે કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર તેને ચેક કરતા તેના ટિફીનમાંથી નીકલ મેટલ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન પ્રજ્ઞોશ પરમારે કહ્યું હતું કે, મેટલ અક્ષય રબારીએ ચોરી કરીને આપી છે. જેથી સિક્યુરીટીવાળાએ પ્રજ્ઞોશ પરમારને પકડીને બેસાડી રાખ્યો હતો. સવારે નવ વાગ્યે કંપનીના એચ.આર. મેનેજર પ્રજ્ઞોશ નવીનચંદ્ર પંચાલ (રહે. પ્રભુલી સોસાયટી હરણીરોડ) નોકરી પર આવતા તેમને પ્રજ્ઞોશ પરમારના  કોન્ટ્રાકટર રીયા એન્ટરપ્રાઇઝના સુપરવાઇઝર વિજય  મહીડાને ચોરીની જાણ કરી હતી

 

 

(5:12 pm IST)