Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વડોદરાના તાંદલજા વિસ્તારમાં અગમ્ય કારણોસર મોડી રાત્રે વાનમાં આગ ભભૂકતા અફડાતફડી: વાન ચાલકનો આબાદ બચાવ

વડોદરા:શહેરના તાંદલજા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક સીએનજી વાનમાં આગ લાગતા ચાલકનો બચાવ થયો હતો

પ્રાપ્ત માહિતી મુજબ તાંદલજાના કરિશ્મા પાર્ક સોસાયટી પાસે ગઇરાત્રે એક વાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગમાં કારનુ વાયરીંગ તેમજ ટાયરો સહિત અન્ય ભાગો લપેટાઇ જતાં લોકો ભેગા થઇ ગયા હતા.

સીએનજી કારમાં લાગેલી આગને કાબૂમાં લેવા વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાતા ફાયરના જવાનોએ ગણતરીની મિનિટોમાં આગને કાબુમાં લીધી હતી.

 

(5:11 pm IST)