Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બનાસકાંઠાના કુડા ગામમાં એક સાથે ૪ લોકોની હત્યા બાદ ચૌધરી સમાજના લોકોનો હોબાળોઃ ધરણા

બનાસકાંઠા: બનાસકાંઠાના કુડા ગામે એકસાથે ચાર લોકોની કરાઈ હત્યા કરવામાં આવી હતી. ત્યારે આજે મોટા પ્રમાણમાં ચૌધરી સમાજના લોકો લાખણી CHCમાં એકઠા થયા હતા અને જ્યાં સુધી હત્યારાઓ પકડાય નહીં ત્યા સુધી પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. તો બીજી બાજુ ગ્રામજનોએ ગામ બંધનું એલાન કરી ધરણા દીધા છે.

બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા ગામે શુક્રવારે એકસાથે ચાર લોકોની કરાઈ હત્યા કરાઇ હતી. એક જ કુટંબના કુલ 5 સભ્યોમાંથી 4ની હત્યા કરાઇ હતી. જો કે આ ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણના કારણે પિતાએ જ ઘરના ચાર લોકોની હત્યા કરીને પોતે ઝેર પીધુ હોવાનું સામે આવ્યુ હતુ. તો સ્થાનિક લોકનું કહેવું છે કે, આ પ્રકરણને દબાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ કેસમાં ચારેય મૃતકોની લાશો હજુ સુધી લાખણી CHC કેન્દ્રમાં રાખવામાં આવી છે.

જ્યારે મોટા પ્રમાણમાં ચૌધરી સમાજના લોકો લાખણી CHCમાં એકઠા થયા હતા અને જ્યાં સુધી હત્યારાઓ પકડાય નહીં ત્યા સુધી પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. તો બીજી બાજુ ગ્રામજનોએ ગામ બંધનું એલાન કરી ધરણા દીધા છે. ત્યારે આ સમગ્ર મામલે ચૌધરી સમાજના લોકોએ 20 લોકોની કમિટીની રચના કરી છે. જેમાં કમિટી પોલીસ પાસે અત્યાર સુધી શું કામગીરી કરી તેનો જવાબ માગશે.

હત્યા કરનારા દિવાલ પર મેસેજ લખ્યો

હત્યારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તમામ લોકોની હત્યા કરી છે. દિવાલ પર લખાણ લખવામાં આવ્યું છે કે આ પરિવાર પાસેથી 21 લાખની બાકી ઉઘરાણીના કારણે હત્યા કરવામાં આવી છે. દિવાલ પર કાળા કલરના ચોક અથવા તો કોલસાથી લખવામાં આવ્યું છે કે 21 લાખ રૂપિયાની બાકી રકમ ન ચુકવતા હત્યા કરવામાં આવી છે.

આ બનાવને પગલે બનાસકાંઠા પોલીસ દોડતી થઈ છે. તેમજ ગામમાં એક જ સાથે અને એક જ પરિવારના ચાર લોકોની હત્યા થતા લોકોમાં ચર્ચા જાગી છે. હાલ પોલીસે દિવાલ પર લખેલા નામ કોના છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

(4:53 pm IST)