Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સુરતમાં પ૪ વર્ષીય બ્રેઇનડેડ મહિલાના હૃદય અને ફેફસાનું દાનઃ મુંબઇની યુવતિમાં ટ્રાન્સપ્લાન્ટ

સુરત: ટેક્સટાઇલ અને હીરાની નગરી ગણાતું શહેર અંગદાતાઓની ઓળખ મેળવી રહ્યું છે. સુરતમાંથી થોડા સમયના અંતરે જ બીજી વખત ફેંફસાનું દાન કરવામાં આવ્યું છે. શહેરની 54 વર્ષિય બ્રેઇનડેડ જાહેરત થયેલી મહિલાના હૃદય અને ફેંફસાનું સુરતથી ગ્રીન કોરીડોર કરી બાય પ્લેન મુંબઇની 25 વર્ષીય યુવતીમાં ટ્રાન્સપાલન્ટ કરવામાં આવતા નવું જીવન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કિરણબેનના કિડની અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીનવ આપવામાં આવ્યું છે.

સુરતમાં રહેતા 54 વર્ષીય કિરણબેન 15 દિવસ અગાઉ માથાના દુખાવાની ફરિયાદ થઇ હતી. બાદમાં 17મી જૂનના રોજ મળસ્કે તેઓ પડી જતા બેભાન થઇ ગયા અને ત્યારબાદ ખેંચ આવતા પરિવારજનોએ તેમને તાત્કાલીક 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રિપોર્ટના આધારે તબીબે કિરણબેનને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.

કિરણબેનને બ્રેઇન ડેડ જાહેર કર્યા હોવાની વાતની જાણ થતા જ ડોનેટ લાઇફના સંસ્થાપક નિલેશ માંડલેવાલા દ્વારા પરિવારજનોને અંગદાન કરવા અપીલ કરી હતી. આખરે પરિવારજનોએ અંગદાન માટે રાજી થતા બ્રેઇન ડેડ કિરણબેનના ફેંફસા, હાર્ટ, લિવર તથા ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. કિરણ બેનના ફેંફસા મુંબઇની ફોર્ટીસ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 25 વર્ષીય યુવતીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કિરણબેન 6 લોકોને નવજીવન આપતા ગયા હતા.

(4:51 pm IST)